કોહલી અમદાવાદમાંથી બન્યો એશિયાનો ફાસ્ટેસ્ટ રનકર્તા, સચિનનો વિક્રમ તોડ્યો…
![virat kohli breaks sachin tendulkar's record](/wp-content/uploads/2025/02/kohli-breaks-sachin-record.jpg)
અમદાવાદઃ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પરથી વિરાટ કોહલીએ એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. એશિયામાં તે વન-ડેમાં સૌથી ઝડપે 16,000 રન પૂરા કરનાર બૅટર બન્યો હતો. એ સાથે તેણે સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 16,000 રન બનાવવાનો સચિન તેન્ડુલકરનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.
Also read : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ ઝળક્યો
કોહલી આ ઇનિંગ્સ સાથે પાછો ફૉર્મમાં આવી ગયો છે. તે ખરા સમયે ફરી ફૉર્મમાં આવ્યો છે, કારણકે આગામી 19મી ફેબ્રુઆરીએ શરૂ થતી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પાકિસ્તાન સામેની મૅચ 23મીએ રમાવાની છે એટલે એમાં કોહલી મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા કોઈ કસર બાકી નહીં રાખે.
આજે કોહલી 74 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને પંચાવન બૉલમાં તેણે એક સિક્સર તથા સાત ફોરની મદદથી બાવન રન બનાવ્યા હતા.
Also read : ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
વન-ડેમાં વિશ્વવિક્રમી 50 સેન્ચુરી ફટકારનાર કોહલીની આ 73મી હાફ સેન્ચુરી હતી.
ઇંગ્લૅન્ડ સામે સચિનનો કુલ 3,990 આંતરરાષ્ટ્રીય રનનો જે ભારતીય વિક્રમ હતો એ પણ કોહલીએ 4,036 રન સાથે તોડી નાખ્યો છે.