મહાકુંભમાં માઘી પૂર્ણિમા પર ઊમટ્યું માનવ મહેરામણ; 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી…
પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ મહાકુંભમાં માઘી પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. મહાકુંભના પાંચમા સ્નાન પર્વ માઘી પૂર્ણિમાના અવસરે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી. આ સમયગાળા દરમિયાન, સરકારે હેલિકોપ્ટરથી સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરી હતી.
Also read : અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન, અયોધ્યામાં શોકની લાગણી
1.83 કરોડથી વધુ લોકોએ કર્યું પવિત્ર સ્નાન
મહાકુંભના પાંચમા સ્નાન પર્વ માગહી પૂર્ણિમાનાં અવસર પર પ્રયાગરાજ ખાતે શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 1.83 કરોડથી વધુ લોકોએ સંગમ અને ગંગામાં સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 48 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. તંત્ર દ્વારા મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ફક્ત અધિકૃત પાર્કિંગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
Also read : આખી જિંદગી VIP ટ્રીટમેન્ટમાં રહેનારા લોકો કરે છે મહાકુંભનો દૂષ્પ્રચાર; CM યોગીનો અખિલેશને જવાબ…
માઘ પૂર્ણિમા પર્વે માનવ મહેરામણ
માઘ પૂર્ણિમા સ્નાન મહોત્સવ પૂર્વે જ પ્રયાગરાજ મહાકુંભ 2025માં ત્રિવેણી કિનારે શ્રદ્ધાના મહાપર્વ માં ભક્તો અને પ્રવાસીઓનું માનવ મહેરામણ ઊમટ્યું હતું. જેની તૈયારીને લઈને ઉત્તર પ્રદેશ જાહેર પરિવહને આ મુલાકાતીઓને તેમના ગંતવ્ય સ્થાન પર પાછા લઈ જવા માટે તૈયારીઓ કરી છે. તે માટે અલગથી સ્પેશિયલ બસો ઉપરાંત, શટલ બસોનો કાફલો પણ પરિવહન સેવાઓ માટે તૈનાત કરવામાં આવી છે.