નેશનલ

રોહિંગ્યાના બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી, કહ્યું શિક્ષણ મુદ્દે કોઈ ભેદભાવ રાખશો નહીં…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે શિક્ષણના મુદ્દે કોઈપણ બાળક સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. કેન્દ્ર અને દિલ્હી સરકારોને શહેરમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓને જાહેર શાળાઓ અને હોસ્પિટલોમાં પ્રવેશ આપવા માટે નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર આગામી અઠવાડિયામાં સુનાવણી કરવામાં આવશે.

Also read : ફ્રાંસ પહોંચતા પહેલા પીએમ મોદીનું પ્લેન 46 મિનિટ પાકિસ્તાનમાં હતું, મીડિયાના દાવાથી ખળભળાટ…

NGOની અરજી પર કોર્ટમાં સુનાવણી

NGO રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રોહિંગ્યા શરણાર્થીઓને આધાર કાર્ડના આગ્રહ વિના અને તેમની નાગરિકતાનો દરજ્જો ગમે તે હોય, શાળામાં પ્રવેશ અને સરકારી લાભો મળે તે સુનિશ્ચિત કરવા માટે નિર્દેશોની માંગ કરવામાં આવી હતી.

વિસ્તૃત માહિતી આપતું સોગંદનામું દાખલ

NGO રોહિંગ્યા હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ વતી વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસે જણાવ્યું હતું કે તેમણે વિગતવાર માહિતી આપતું સોગંદનામું દાખલ કર્યું છે અને કહ્યું છે કે રોહિંગ્યા શરણાર્થીઓ પાસે UNHCR દ્વારા જારી કરાયેલા કાર્ડ છે. ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે જો આ રોહિંગ્યા પરિવારો પાસે આ કાર્ડ હશે તો NGO માટે વિગતો પૂરી પાડવાનું સરળ બનશે.

PILમાં શું કરવામાં આવી છે માંગ?

જાહેર હિતની અરજીમાં અધિકારીઓને એ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે કે તમામ રોહિંગ્યા બાળકોને તેમના આધાર કાર્ડને ધ્યાનમાં લીધા વિના મફત પ્રવેશ આપવા અને સરકારના આધાર પુરાવાના આગ્રહ વિના તેમને ધોરણ 10 અને 12 અને ગ્રેજ્યુએશન સહિતની તમામ પરીક્ષાઓમાં બેસવાની મંજૂરી આપવા આવે.

Also read : માત્ર ભરણ-પોષણ માટે શિક્ષિત પત્ની ઘરમાં ન બેસી રહેઃ હાઇ કોર્ટનો મોટો ચુકાદો

તે ઉપરાંત જાહેર હિતની અરજીમાં સરકારી હોસ્પિટલોમાં મફત આરોગ્ય-સંભાળની સેવાઓ, અંત્યોદય અન્ન યોજના હેઠળ ઉપલબ્ધ સબસિડીવાળા અનાજ અને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અન્ય નાગરિકોને ઉપલબ્ધ લાભો જેવા તમામ સરકારી લાભો રોહિંગ્યા પરિવારોને નાગરિકતા ધ્યાનમાં લીધા વિના આપવા માંગ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button