‘રેવડી કલ્ચર’ અંગે સુપ્રીમ કોર્ટ રાજકીય પક્ષો પર લાલઘૂમ, કોર્ટે કરી મહત્ત્વની વાત…
![Supreme Court's strong comment on the bail application of Delhi riot accused, said this](/wp-content/uploads/2024/12/Supreme-Court-1.webp)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા ફ્રીના વાયદા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું, જો લોકોને રાશન અને પૈસા મફતમાં મળતા રહેશો તો તેમની કામ કરવાની ઈચ્છા નહીં થાય. ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઑગસ્ટીન જૉર્જ મસીહની પીઠે એક અરજી પર સુનાવણી દરમિયાન આમ કહ્યું હતું. ચૂંટણી સમયે જીતવા માટે રાજકીય પક્ષો ફ્રી ના વાયદા કરતા હોય છે. જે ચૂંટણી જીતવામાં ઘણી વખત મહત્ત્વનું પરિબળ બનતું હોય છે. રાજકીય પક્ષોના આવા વાયદાને લઇ કોર્ટે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી.
Also read : વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી
અરજીમાં બેઘર લોકોને શહેરી વિસ્તારમાં આશ્રય સ્થળ પર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન પીઠે કહ્યું, ફ્રી યોજનાઓના કારણે લોકો કામ કરવા નથી માંગતા. તેમને ફ્રી રાશન મળી રહ્યું છે અને કોઈપણ કામ વગર પૈસા પણ મળી રહ્યા છે. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે પીઠને જણાવ્યું, સરકારે શહેરી વિસ્તારોમાં આશ્રય સ્થળની યોજનાઓ છેલ્લા થોડા વર્ષોથી ફંડ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે આ વખતે શિયાળામાં 750થી વધારે બેઘર લોકો ઠંડીથી મૃત્યુ પામ્યા હતા.
અરજીકર્તાએ કહ્યું કે, ગરીબ લોકો સરકારની પ્રાથમિકતામાં નથી અને માત્ર ધનવાનોની જ ચિંતા છે. આ ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કોર્ટમાં રાજકીય નિવેદનબાજીને મંજૂરી આપી ન શકીએ.
Also read : અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન, અયોધ્યામાં શોકની લાગણી
ન્યાયાધીશ ગવઈએ કહ્યું, આ કહેવું દુઃખની વાત છે, પરંતુ શું બેઘર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ ન કરવા જોઈએ, જેથી તેઓ પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે. શું આપણે પરોપજીવીઓનો એક વર્ગ આ રીતે તૈયાર નથી કરી રહ્યા? મફત યોજનાઓના કારણે લોકો કામ કરવા માંગતા નથી. તેમને કામ વગર મફત રાશન મળી રહ્યું છે.