તમે ફિલ્મજગતને ખતમ કરવા માગો છો કે શુંઃ જયા બચ્ચન હવે કોના પર વરસ્યા
!["Jaya Bachchan passionately appeals to the Indian government in Parliament to support the film industry."](/wp-content/uploads/2025/02/jaya-bachchan-parliament-film-appeal.webp)
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સમાજવાદી પક્ષના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન તેમની તીખાં તેવર અને બેબાક ભાષણો માટે જાણીતા છે. રાજ્યસભામાં અને જાહેર જીવનમાં તેમનાં અમુક નિવેદનો વિવાદે પણ ચડે છે. જોકે આજે જયા બચ્ચને ફિલ્મજગતના પ્રતિનિધિ તરીકે ઘણા સારા મુદ્દા ઉછાળ્યા હતા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકારને ઝાટકી નાખી હતી. જયા બચ્ચને પોતાના ભાષણમાં સિંગલ સ્ક્રીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મોટેભાગે સિંગલ થિયેટર્સ બચ્યા જ નથી, લોકો ફિલ્મ જોવા જઈ શક્તા નથી કારણ કે ફિલ્મો જોવાનું ખૂબ મોંઘુ થઈ ગયું છે. તેમણે મોદી સરકાર પર ચાબખાં મારતા કહ્યું કે સરકાર ફિલ્મ ઉદ્યોગનો ઉપયોગ માત્ર પોતાા ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કરે છે. આમ તો ઉદ્યોગ ખતમ થઈ જશે. સરકાર તેની અવગણના કરી રહી છે.
Also read: જયા બચ્ચન વાચાળ અને સક્રિય સંસદસભ્ય
સંસદના બજેટ સત્રમાં જયા બચ્ચને ફિલ્મજગતની હાલત વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ વર્કર્સ ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ સાથે ફિલ્મજગત પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં કેન્દ્ર સરકારે 2025ના બેજટમાં બોલીવૂડને એકદમ નજરઅંદાજ કર્યું છે અને નાણાની કોઈ ખાસ ફાળવણી કરી નથી.
જયા બચ્ચને નાણા પ્રધાન નિર્મલા સીતારામનને અપીલ કરી હતી કે તેઓ ફિલ્મજગત તરફ ધ્યાન આપે. ફિલ્મજગતની મુશ્કેલીઓનો તોળ સરકારે શોધી તેની મદદ કરવી જોઈએ, તેમ સાંસદે જણાવ્યું હતું.