માત્ર ભરણ-પોષણ માટે શિક્ષિત પત્ની ઘરમાં ન બેસી રહેઃ હાઇ કોર્ટનો મોટો ચુકાદો
કોર્ટે ભરણ-પોષણની રકમ 8000થી ઘટાડીને 5000 રૂપિયા કરી
![The Madras High Court held that temples are not picnic-spots.](/wp-content/uploads/2024/01/madras-high-court-780x470.jpg)
નવી દિલ્હીઃ ઓડિશા હાઈ કોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે સારી નોકરી ધરાવતી શિક્ષિત અને અનુભવી પત્ની માત્ર ખોરાકી મેળવવા માટે ઘરે શાંતિથી બેસી શકતી નથી. એટલું જ નહીં, હાઈ કોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ખોરાકીની રકમમાં પણ ઘટાડો કર્યો હતો. ફેમિલી કોર્ટે પીડિતાના માસિક ભરણપોષણ માટે 8000 રૂપિયા નક્કી કર્યા હતા, જેને હાઈ કોર્ટે ઘટાડીને 5000 રૂપિયા કરી દીધા હતા.
ન્યાયાધીશે શું કહ્યું
ન્યાયાધીશ ગૌરીશંકર સતપતીએ કહ્યું, માત્ર ભરણપોષણ માટે બેસી રહેતી શિક્ષિત પત્નીઓની કાયદો તરફેણ કરતો નથી. જો તેમનામાં યોગ્યતા હોય અને છતાં કામ કરવાનો પ્રયત્ન ન કરે તો યોગ્ય નથી. આ દરમિયાન ઓડિશા સરકારે યુવા કપલ્સમાં વધતા છૂટાછેડાના મામલે રાજ્યમાં લગ્ન પહેલાં ચર્ચા વિચારણા કેન્દ્ર ખોલવાનો મંગળવારે ફેંસલો કર્યો હતો. એક અધિકારીએ કહ્યું, મુખ્ય પ્રધાને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરની ભલામણ બાદ આ ફેંસલો લીધો હતો. નાયબ મુખ્ય પ્રધાન પ્રભાતી પરિદાએ જણાવ્યું, ઓડિશા વર્ષ 2025ને છૂટાછેડા અટકાવો વર્ષ તરીકે મનાવશે.
Also read: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે?
મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકર ઓડિશાના બે દિવસીય પ્રવાસે છે અને તેમણે ઓડિશા રાજ્ય મહિલા આયોગના 32માં સ્થાપના દિવસ સમારોહમાં હિસ્સો લીધો હતો. આ અવસર પર તેમણે રાજ્ય સચિવાલયમાં મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી.