વેપાર

Hexaware Technologies લઈને આવી દમદાર IPO; જાણો ઇસ્યુ સાઈઝ, પ્રાઇસ બેન્ડ અને તારીખો

મુંબઈ: ગ્લોબલ IT સર્વિસ પ્રોવાઇડર કંપની હેક્સાવેર ટેક્નોલોજી(Hexaware Technologies)ના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું સબ્સ્ક્રિપ્શન આજથી શરુ થઇ ગયું ગયું છે, જે 14 ફેબ્રુઆરીએ બંધ થશે. ઇશ્યૂ ઓપનિંગના એક દિવસ પહેલા ગઈ કાલે 11 ફેબ્રુઆરીએ એન્કર બુક દ્વારા હેક્સાવેર ટેક્નોલોજીએ 96 ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ પાસેથી 2,598 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતાં.

આ તારીખે થશે અલોટમમેન્ટ:
હેક્સાવેર ટેક્નોલોજી રૂ.8,750 કરોડનો પ્રથમ પબ્લિક ઇશ્યૂ લઇ આવી છે. હેક્સાવેર ટેક્નોલોજી યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કાર્લઇલ(Carlyle Group Inc)નું બેકઅપ છે. IPO શેર અલોટમમેન્ટને 17 ફેબ્રુઆરી સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જ્યારે રોકાણકારો 19 ફેબ્રુઆરી સુધીમાં શેરબજારમાં ઇક્વિટી શેરમાં ટ્રેડિંગ શરૂ કરી શકશે. હેક્સાવેરે સ્ટોક એક્સચેન્જોમાં કરેલી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું કે.”… પ્રતિ ઇક્વિટી શેર રૂ. 708 ના ભાવે 3.67 કરોડ ઇક્વિટી શેરની ફાળવણી ફાઈનલાઈઝ કરવામાં આવી.”

આ ઇન્વેસ્ટર્સે રસ દાખવ્યો:
CLSA, સિંગાપોર સરકાર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, સ્મોલકેપ વર્લ્ડ ફંડ, અમેરિકન ફંડ્સ, ફિડેલિટી, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, જેપી મોર્ગન, કસ્ટડી બેંક ઓફ જાપાન, ગોલ્ડમેન સૅચ, ન્યૂ યોર્ક સ્ટેટ ટીચર્સ રિટાયરમેન્ટ સિસ્ટમ, ટી રો પ્રાઇસ ઇન્ટરનેશનલ, અમુન્ડી ફંડ્સ, ટેમ્પલટન ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ટોકુ યુરોપ અને ફ્લોરિડા રિટાયરમેન્ટ સિસ્ટમ જેવા ગ્લોબલ માર્કી ઇન્વેસ્ટર્સે આ કંપનીમાં રોકાણ માટે રસ દાખવ્યો છે.

Also read: અમેરિકા વ્યાજદરો ઊંચા સ્તરે જાળવી રાખશે એવી અટકળ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ

ડોમેસ્ટિક ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ જેમ કે SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC AMC, કોટક મહિન્દ્રા AMC, આદિત્ય બિરલા સન લાઇફ AMC, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ એમએફ, મીરે એસેટ ઈન્ડિયા, મેન્યુલાઈફ ગ્લોબલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ, પીજીઆઈએમ ઈન્ડિયા, ડીએસપી એમએફ અને બરોડા બીએનપી પરિબા એમએફએ પણ એન્કર બુક દ્વારા હેક્સાવેરમાં રોકાણ કર્યું છે. હેક્સાવેરે જણાવ્યું હતું કે “એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા કુલ 3.67 કરોડ ઇક્વિટી શેરમાંથી, 1.31 કરોડ શેર 15 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા, જેમણે કુલ 34 સ્કિમ્સ દ્વારા અરજી કરી છે.”

પ્રાઇસ બેન્ડ:
ઓફર માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 674-708 નક્કી કરવામાં આવી છે. પબ્લિક ઇશ્યૂ સાઈઝનો અડધો ભાગ ક્વોલિફાઈડ ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ માટે ,35 ટકા રીટેલ ઇન્વેસ્ટર્સ માટે અને બાકીનો 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે. (શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે. આ માહિતીની આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં, કોઈ પણ નુકશાન માટે મુંબઈ સમાચાર જવાબદાર રહેશે નહીં. રોકાણ પહેલા તમારા નાણાકીય સલાહકારનું મંતવ્ય લેવા સલાહ આપવામાં આવે છે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button