દ્રારકાધીશના દર્શને જતી શ્રદ્ધાળુઓની બસ મોરબી નજીક પલટી, 16 ઘાયલ
![Luxury bus going to dwarka meet an accident near Morbi 16 injured](/wp-content/uploads/2025/02/luxury-bus-going-to-dwarka-meet-an-accident-near-morbi-16-injured.webp)
રાજકોટઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત સર્જાયો હતો. બસ પલટી મારી જતાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. જેઓ મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શને જતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અન્ય મુસાફરોને બીજા વાહન મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
Also read: કચ્છમાં અકસ્માતમાં દસ મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ પણ માતા-પિતા…
શ્રદ્ધાળુઓ 11 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી દ્વારકા પૂનમ દર્શન માટે નીકળ્યા હતા. મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલકે ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવતાં પલટી મારી ગઈ હતી. જેમાં 16 શ્રદ્ધાળુઓ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ઇજાગ્રસ્તને વધુ ઇજા પહોંચી હોવાથી તેને રાજકોટ સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી
ઈજાગ્રસ્તોના નામ
તળીબેન દેસાઈ | ઉર્વશીબેન દેસાઈ |
ભીખીબેન દેસાઈ | અમીશાબેન દેસાઈ |
જીવતબેન દેસાઈ | પ્રેમિલાબેન પટેલ |
ગંગાબેન રબારી | મમતાબેન પટેલ |
પ્રતિક્ષાબેન પટેલ | સુનીતાબેન પટેલ |
ગીતાબેન રબારી |