આમચી મુંબઈ

બાણગંગામાં ૧૧મી સદીનો રામકુંડ મળી આવ્યો

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ વાલકેશ્ર્વર ખાતે બાણગંગા તળાવ પુનર્વિકાસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ૧૧મી સદીના રામકુંડને પુનર્જીવિત કરી, તેને તેના પહેલાના ગૌરવમાં પુન:સ્થાપિત કરવાનો છે. જમીન નીચે દટાયેલા રામકુંડને તાજેતરમાં કામદારો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.

અતિક્રમણ દૂર કરીને વિસ્તારના વારસાને જાળવવા, બાણગંગા તરફ પ્રવાસીઓને આકર્ષવા અને ભક્તો માટે ધાર્મિક અનુષ્ઠાનની સુવિધા આપવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
આ કુંડ તાજેતરમાં તળાવથી જ અંદાજે ૪૦૦ મીટરના અંતરે મળી આવ્યો હતો. હવે આ ગોમુખને સાફ કરીને પુન:સ્થાપિત કરવામાં આવશે. રામકુંડનો ઉપયોગ અગ્નિસંસ્કાર માટે થતો હતો. પરંતુ, સ્થાનિક રહેવાસીઓનો કહેવું છે કે, ઘણા દાયકાઓથી તેનો ઉપયોગ ન થવાને કારણે જમીન નીચે દટાઈ ગયો હતો.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્ેશ્ય અતિક્રમણ દૂર કરવા, પુન:સ્થાપન કાર્ય હાથ ધરવા, પથ્થરના પગથિયાને મરામત અને રામકુંડને પુનર્જીવિત કરવાનો છે.

સર્વ પિતૃપક્ષ અમાસ બાદ બાણગંગા તળાવ મૃત માછલીઓથી ઊભરાયું
મુંબઇ: વાલકેશ્ર્વર વિસ્તારમાં આવેલું બાણગંગા તળાવ સર્વ પિતૃ અમાસના બીજા દિવસે રવિવારથી મૃત માછલીઓથી ભરાઈ ગયું હતું.

પિતૃ પક્ષ પછી, તેમજ અમાસની ધાર્મિક વિધિઓ, પીંડના લોટના ગોળા, પૂજાની સામગ્રીઓને તળાવમાં પધરાવવામાં આવે છે. જેથી પાણી દૂષિત થાય છે અને માછલીઓ મૃત્યુ પામે છે. છેલ્લા બે દિવસથી આ મૃત માછલીઓને તળાવમાંથી કાઢવામાં આવી રહી છે.

મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની વિધિ કરવા બાણગંગા આવે છે. રવિવારે સર્વ પિતૃ અમાસના દિવસે ધાર્મિક કાર્યક્રમ માટે અહીં ભારે ભીડ જોવા મળી હતી. આ સમયે નિર્માલ્ય, પીંડ અને અન્ય સામગ્રી સીધી તળાવમાં ઠાલવવામાં આવી હતી, જેથી પાણી દૂષિત થયું હતું. આ ઓગળેલા પદાર્થો પાણી પર ઓઈલ સ્લીક્સ બનાવે છે, જેને કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા માછલીઓ મૃત્યુ પામે છે.

મૃત માછલીઓમાં એક થી દોઢ ફૂટ સુધી નાની માછલીઓનો સમાવેશ થાય છે. મૃત માછલીઓના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે.

તળાવ વિસ્તારમાં પિતૃ પક્ષમાં અસ્થિ વિસર્જન અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે, તે અશુદ્ધિ ફેલાવે છે. આવું ન થાય તે માટે અહીં ધાર્મિક વિધિઓ માટે અલગ રૂમ બનાવવામાં આવશે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button