મુંબઈગરાઓ આ સિઝનથી સાવધાનઃ બેવડી ઋતુમાં બીમાર ન પડતા
![The temperature dropped in Mumbai, people took out blankets, sweaters](/wp-content/uploads/2024/11/Mumbai-Winter.webp)
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના હવામાનમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થઈ જાય છે અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ જાય છે, જેને કારણે મુંબઈગરાઓને રાત્રે ઠંડી અને સવારે ભારે ગરમી જેવા હવામાન પરિવર્તનનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈગરાઓ પણ મૂંઝવણમાં છે કે આવી ઋતુનો સામનો કેવી રીતે કરવો. દરમિયાન હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી એક-બે દિવસ સુધી આ સ્થિતિ યથાવત રહેશે છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે જે ફેબ્રુઆરીના સરેરાશ તાપમાન કરતા એક કે બે ડિગ્રી વધારે છે. સાન્તાક્રુઝ હવામાન સ્ટેશન પર મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 18.8 ડિગ્રી નોંધાયું હતું. દિવસે ભલે કાળઝાળ ગરમી હોય, પરંતુ હજુ પણ રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક-બે દિવસ સુધી મુંબઈમાં ઠંડી રહેશે. ઉત્તર તરફથી ઠંડા પવનો આવી રહ્યા હોવાથી મુંબઈગરાને ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થઈ રહ્યો છે.
Also read: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…
દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાની ગુણવત્તા પણ કથળી છે અને પ્રદૂષણમાં વધારો થયો છે. દિવસે ભારે ગરમી અને સવારે અને રાતના સમયે ઠંડીના કારણે મુંબઈવાસીઓના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી છે અને આવનારા દિવસોમાં પણ આવું જ વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે લોકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.