![winter session of Parliament Will begin with Uproar government introducing two important bills](/wp-content/uploads/2024/11/Parliament-Winter-Session.webp)
નવી દિલ્હી : વકફ સુધારા બિલ(Waqf Amendment Bill) પર જેપીસીનો અહેવાલ ટુંક સમયમાં સંસદના ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં મળતી માહિતી મુજબ બજેટ સત્રના છેલ્લા દિવસે 13 ફેબ્રુઆરીએ વક્ફ સંબંધિત સંસદીય અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ સંસદીય સમિતિએ બહુમતીથી રિપોર્ટ સ્વીકારી લીધો હતો. ભાજપના સભ્યો દ્વારા સૂચવેલા સુધારાઓ આ અહેવાલમાં સામેલ કરવામાં આવ્યા હતા.
Also read : ‘થોડો તો વિચાર કરો…’ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી; જાણો શું છે મામલો
બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું
વક્ફ સુધારા બિલની સમીક્ષા કરતી સંસદની સંયુક્ત સમિતિ (JPC)નો અહેવાલ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે સમિતિનો અહેવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુપરત કર્યો. વકફ સુધારા બિલ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.
વિપક્ષી સભ્યોએ આ અહેવાલ સાથે અસહમતિ દર્શાવી
જેપીસીએ વક્ફના 655 પાનાના અહેવાલને 15-11 મતોથી સ્વીકાર્યો હતો. તેમાં ભાજપ સભ્યોના સૂચનોનો સમાવેશ થાય છે. જોકે, વિપક્ષી સભ્યોએ આ અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી છે. વિપક્ષી પક્ષો વકફ બિલને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો અને વકફ બોર્ડના કામકાજમાં દખલ ગણાવી રહ્યા છે.
Also read : પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાના ઉદ્દેશ્યથી સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને સંચાલન સાથે સંકળાયેલા મુદ્દાઓ અને પડકારો માટે વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવાનો છે.