નેશનલ

બાપ રે! અંકિતા લોખંડેએ પતિને મારી દીધી થપ્પડ

કલર્સ ચેનલ પર આવતો રિયાલિટી શો લાફ્ટર શેફ્સ 2 હાલમાં ચર્ચામાં છે. અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન બંનેએ લાફ્ટર શેફ્સ 2માં ભાગ લીધો છે અને આ શોમાં લોકોને ફરી એક વાર ‘બિગ બોસ’ જેવો શો જોવા મળ્યો હતો. સેટ પર વિકી અને અંકિતા લોખંડે એકબીજા સાથે ખૂબ લડતા-ઝઘડતા જોવા મળ્યા હતા. સેટ પર બંનેને લડતા જોઇને ફેન્સને બિગ બોસની યાદ આવી ગઇ હતી. એમાં અંકિતા એટલી ગુસ્સે થઇ ગઇ હતી કે સેટ છોડીને જતી રહી હતા. આ દરમિયાન શોના સ્પર્ધક અને મશહૂર કોમેડિયન કૃષ્ણા અભિષેકે યુનિક રીતે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આપણે આ વિશે જાણીએ.
આ શોમાં હોસ્ટ ભારતીએ વિકીને પૂછ્યું કે, એના માટે પ્રેમ એ શું છે? તો તેને બદલે અંકિતાએ જવાબ આપ્યો કે, ‘પ્રેમ એક એવી વસ્તુ છે કે ઘણી જ સુંદર છે અને તેમાં ઝઘડો પણ છે.’

એ સમયે કૃષ્ણા અભિષેક વચ્ચે કૂદી પડ્યો અને કહેવા લાગ્યો કે, ‘તમે એક વાત ખોટી કહી કે ઝઘડા પણ થાય છે હકીકતમાં પ્રેમમાં ફક્ત ઝઘડા જ થાય છે.’ આ સાંભળીને વિકી હસી પડે છે ત્યાર બાદ વિકીએ અંકિતાની સાથેના પ્રેમ અંગે એવી કમેન્ટ કરી કે અંકિતા નિરાશ થઇ જાય છે અને કહે છે કે, ‘મને લાગે છે કે તું મને બિલકુલ પ્રેમ કરતો નથી. તારા પર પ્રેમ થોપવામાં આવ્યો છે.’ ત્યાર બાદ અંકિતા સેટ પરથી જવા માંડે છે અને વિકી જૈન તેની પાછળ જાય છે. અંકિતા ગુસ્સામાં કહે છે, ‘હું જાઉં છું, તું જા, તારા પર પ્રેમ થોપવામાં આવ્યો છે ને. તું કંઇ પણ બોલે છે.’ જોકે, ત્યાર બાદ અંકિતા એકદમ હળવા અને મસ્તીભર્યા અંદાજમાં હસતા હસતા કહે છે, ‘મારા પર આ બુઢ્ઢાનો પ્રેમ થોપવામાં આવ્યો છે. ‘

Also read: ‘એક પતિ હોવાને નાતે…’ કરણ જોહરે અંકિતા લોખંડેની કરી તરફેણ, વિકીને આપી આ સલાહ..

ત્યાર બાદ કૃષ્ણા અભિષેક અંકિતાને એક ચપ્પલ આપે છે અને મજાકમાં કહે છે, ‘આ ખાવાનો સમય થઇ ગયો છે.’ અંકિતા વિકી તરફ ચપ્પલ ફેંકે છે અને કહે છે, ‘લો ખાવ જૂતા’ અને પછી તે મજાક મજાકમાં એના પતિ વિકીને થપ્પડ પણ લગાવી દે છે. જ્યારે અંકિતા અને વિકી બિગ બોસના શોમાં આવ્યા હતા ત્યારે તેઓ બંને વચ્ચે ઘણા ઝઘડા થતા હતા, પરંતુ ત્યાર બાદ લોકોને ખબર પડી હતી કે બંને એકબીજાને ઘણો પ્રેમ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button