![Indian Stock market opening sensex and nifty tumbles](/wp-content/uploads/2024/12/Stock-Market-1.webp)
મુંબઈ: ગઈ કાલે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારે (Indian Stock Market) રોકાણકારોને રોવડાવ્યા હતાં, આજે પણ શેરબજારમાં સારા સંકેતો નથી દેખાઈ રહ્યા. આજે ભારતીય શેર બજારની શરૂઆત ફ્લેટ રહી, ત્યાર બાદ મોટો ઘટડો નોંધાયો.
આજે BSE સેન્સેક્સ 73.18 પોઈન્ટના વધારા સાથે 77,384.98 પોઈન્ટ પર ખુલ્યો. NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ માત્ર 1.95 પોઈન્ટના વધારા સાથે 23,383.55 પોઈન્ટ પર ખુલ્યો. ફ્લેટ શરૂઆત બાદ 10 વાગ્યે SENSEXમાં 269.55 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે, જ્યારે NIFTYમાં 87 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે.
ઝોમેટોના શેર ફરી પડ્યા:
આજે સવારે બજાર ખુલ્યાના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 12 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીની 18 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતાં.
નિફ્ટીની 50 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 30 કંપનીઓના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતાં. સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ફોસિસના શેરમાં સૌથી વધુ 0.86 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ઝોમેટોના શેર 2.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ કંપનીઓના શેરમાં વધારો:
આજે શરૂઆતમાં કારોબારમાં સેન્સેક્સ કંપનીઓમાં, HCL ટેકના શેર 0.59 ટકા, મારુતિ સુઝુકી 0.49 ટકા, ITC 0.37 ટકા, એક્સિસ બેંક 0.32 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.26 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.26 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.20 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.17 ટકા, બજાજ ફાઇનાન્સ 0.17 ટકા, ભારતી એરટેલ 0.14 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.13 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
Also read: શેરબજારની હરિયાળી શરૂઆત; આ શેરોમાં મોટો ઉછાળો
આ કંપનીઓના શેર તૂટ્યા:
આજે શરૂઆતના કારોબારમાં પાવર ગ્રીડના શેરમાં 1.69 ટકા, ટાટા મોટર્સ 1.30 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.06 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.88 ટકા, એનટીપીસી 0.85 ટકા, એચડીએફસી બેંક 0.80 ટકા, સન ફાર્મા 0.73 ટકા, બજાજ ફિનસર્વ 0.72 ટકા, સ્ટેટ બેંક ઓફ 0.69 ટકા, ટાઇટન 0.64 ટકા, ટાટા સ્ટીલ 0.52 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.42 ટકા, અદાણી પોર્ટ્સ 0.32 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગઈ કાલે બજારમાં ધોવાણ:
સોમવારે બજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યું હતું અને મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 548.39 પોઈન્ટ ઘટીને 77,311.80 પર બંધ થયો હતો, અને નિફ્ટી 50 પણ 178.35 પોઈન્ટ ઘટીને 23,381.60 પર બંધ થયો હતો.