ટોપ ન્યૂઝનેશનલ

પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પાર્ટી પંજાબ સરકાર અંગે પણ ચિંતામાં છે, જેને ધ્યાનમાં રાખીને AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એક્ટીવ થઇ ગયા છે. આજે તેઓ દિલ્હીમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, પ્રધાનો, વિધાનસભ્યો અને સાંસદો સાથે (Kejriwal meeting with Bhagawant Mann) બેઠક કરશે.

માનને હટાવવાની તૈયારી!
અહેવાલો અનુસાર દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે આ બેઠક યોજાશે. AAPના પંજાબ યુનિટમાં આંતરિક અસંતોષ વધી રહ્યો હોવાની ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસ અને ભાજપે એવો પણ દાવો કર્યો છે કે કેજરીવાલ ભગવંત માનને પંજાબના મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યા છે.

Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું લડાઇ ચાલુ રહેશે…

AAPએ શું કહ્યું?
અહેવાલ અનુસાર AAPના નેતાએ જણાવ્યું કે, કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા અને તેમનો પ્રતિભાવ લેવા માટે પંજાબના પ્રધાનો, વિધાનસભ્યો અને સાંસદોની આ બેઠક બોલાવી છે. કારણ કે આ નેતાઓએ દિલ્હીમાં પાર્ટીના ઉમેદવારો માટે સક્રિયપણે પ્રચાર કર્યો હતો. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકનો એજન્ડા દિલ્હી ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવાનો અને 2027 ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવાનો છે.

AAPમાં ભાગલા પડશે!
પંજાબમાં ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતા અને કેજરીવાલ અને માન વચ્ચે વધતા તણાવની ચર્ચાને કારણે પાર્ટીમાં ભંગાણ પાડવાની અટકળોને વેગ પકડ્યો છે. એવામાં પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું, ‘પંજાબમાં 30 થી વધુ AAP વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button