આપણું ગુજરાત

નવરાત્રી દરમિયાન અમદાવાદમાં વરસાદ નહીં પડે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નાની ગલીઓથી મોટા પાર્ટી પ્લોટ અને ક્લબમાં ડીજેના ધમધમાટ સાથે ગરબા ચાલુ થઈ ગયાં છે. આવામાં ખેલૈયાઓને માથે વરસાદના વિઘ્નની ચિંતા તોળાતી હતી. કેટલાક હવામાનશાસ્ત્રીઓએ નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બનશે તેવી આગાહી કરી હતી. મંગળવારે રાજ્યના અમુક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. જ્યારે અમદાવાદ તેમાં બાકાત છે એવું જણાવાતા ખેલૈયાઓનો આનંદ બમણો થઇ ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે તા. ૧૭ ઓક્ટાબરથી ૨૧ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેવાનું છે. એટલે નવરાત્રી ઉત્સવ દરમિયાન ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં વરસાદની પધરામણી થઈ શકે છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન રાબેતા મુજબ સૂકું રહેશે. નોરતાની શરૂઆતમાં મહીસાગરમાં, અરવલ્લીના મેઘરજ, મોડાસા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારો સહિતના રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button