નેશનલ

”રાહુલજી ઝીરો ચેક કરી લો”: લોકસભામાં અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર તાક્યું નિશાન…

નવી દિલ્હી: તાજેતરમાં જ દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળ્યા બાદ તેના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને દિલ્હી વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ શૂન્ય પર આવી ગયું છે. હવે આ મુદ્દે ભાજપ વારંવાર કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. સોમવારે બજેટ સત્ર દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

Also read : સોનિયા ગાંધી વરસ્યાં મોદી સરકાર પરઃ 14 કરોડ લોકોને ભૂખ્યા રાખવાનો કર્યો આક્ષેપ

“રાહુલ ગાંધી ઝીરો ચેક કરી લો”
બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ગૃહમાં રાહુલ ગાંધીનું નામ લઈને એક પેમ્ફલેટ બતાવ્યું હતું. આ પેમ્ફલેટ બતાવીને તેણે કહ્યું, રાહુલ જી ઝીરો ચેક કરી લો. અનુરાગ ઠાકુરે ગૃહમાં બતાવેલા પેમ્ફલેટમાં લખ્યું છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ટેક્સ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે એક શૂન્ય બીજું પણ છે. આ ઝીરો કોંગ્રેસની બેઠકો વિશે નથી. મેં રાહુલ ગાંધીને શૂન્ય ગણવા વિશે કહ્યું છે.

કોંગ્રેસનો ઝીરોનો રેકોર્ડ
આ ઉપરાંત અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું કે, “2014ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીના લોકોએ કોંગ્રેસને કેટલી બેઠકો આપી?” સાંસદોએ જવાબ આપ્યો, “ઝીરો.” ત્યારબાદ તેમણે 2019, 2020 અને 2024ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક વખતે કોંગ્રેસને “ઝીરો” બેઠકો મળી. દિલ્હીની જનતાએ 2025ની વિધાનસભા ચૂંટણીમાં ઝીરો બેઠકો આપી. આગળ તેમણે કહ્યું કે જો કોઈએ “ઝીરો” નો રેકોર્ડ બનાવ્યો છે, તો તે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટી છે.

Also read : દિલ્હીમાં ભાજપ કોને બનાવશે મુખ્ય પ્રધાન, જાણો નવી વ્યૂહરચના?

PM મોદીએ પણ કર્યો હતો કટાક્ષ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બજેટ સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે “છેલ્લા પાંચ દાયકાથી ગરીબી નાબૂદીના માત્ર નારા સંભળાતા હતા, પરંતુ અમારી સરકારે ગરીબો માટે સાચો વિકાસ કર્યો છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button