ઇન્ટરનેશનલ

લંડનમાં પણ ભાષાવાદ? રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં મસ્ક પણ જોડાયા

નવી દિલ્હી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક ભાષામાં જ સાઇન બોર્ડનો સ્થાનિક લોકો દ્વારા આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે હવે ભાષાવાદનો મુદ્દો હવે લંડન સુધી પહોંચ્યો છે. જેમાં ટેક જાયન્ટ ઇલોન મસ્ક લંડન રેલવે સ્ટેશનનું નામ બંગાળીમાં લખાયાના વિરોધમાં જોડાયા છે. ઇલોન મસ્કે એક બ્રિટિશ સાંસદની પોસ્ટને ટેકો આપ્યો છે જેમાં દલીલ કરવામાં આવી હતી કે લંડન રેલ્વે સ્ટેશનનું નામ ફક્ત અંગ્રેજીમાં હોવું જોઈએ કારણ કે દ્વિભાષી સાઇનબોર્ડ પર બંગાળી પણ લખેલું હતું.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ લંડનના ગ્રેટ યાર્માઉથના રિફોર્મ યુકે સાંસદ રુપર્ટ લોવે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વ્હાઇટચેપલ સ્ટેશન પર દ્વિભાષી સાઇનનો ફોટો શેર કર્યો. છે. જેમાં લખ્યું છે કે ” આ લંડન છે – સ્ટેશનનું નામ ફક્ત અને ફક્ત અંગ્રેજી ” .

ઇલોન મસ્કે પ્રતિક્રિયા આપી

તેમની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ. જ્યારે X ના માલિક ઇલોન મસ્કે પણ આનો જવાબ આપ્યો, જેમણે ફક્ત “હા” જવાબ આપ્યો. જ્યારે મસ્ક અને કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે લોવેના વલણને સમર્થન આપ્યું, ત્યારે અન્ય લોકોએ બહુભાષી સંકેતોનો બચાવ કર્યો અને દલીલ કરી કે તે ખોટા નથી.

બંગાળી સાઇનબોર્ડ ક્યારે સ્થાપિત કરવામાં આવ્યું

પૂર્વ લંડનમાં બાંગ્લાદેશી સમુદાયના યોગદાનને માન આપવા માટે 2022 માં વ્હાઇટચેપલ ટ્યુબ સ્ટેશન પર એક બંગાળી સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ટાવર હેમલેટ્સ કાઉન્સિલે વ્યાપક વિકાસ પ્રયાસોના ભાગ રૂપે વ્હાઇટચેપલ સ્ટેશન પર દ્વિભાષી સાઇનેજ માટે ભંડોળ પૂરું પાડ્યું. આ વિસ્તાર યુકેમાં સૌથી મોટા બાંગ્લાદેશી સમુદાયનું ઘર હોવાનું કહેવાય છે.

મમતા બેનર્જીએ આ પહેલનું સ્વાગત કર્યું હતું

ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પહેલનું સ્વાગત કર્યું હતું. માર્ચ 2022 માં તેમણે X પર લખ્યું, “મને એ જણાવતા ગર્વ થાય છે કે લંડન ટ્યુબ રેલે વ્હાઇટચેપલ સ્ટેશન પર બંગાળીને સાઇનબોર્ડની ભાષા તરીકે સ્વીકારી છે. જે 1000 વર્ષ જૂની ભાષાના વધતા વૈશ્વિક મહત્વ અને શક્તિને પ્રતિબિંબિત કરે છે.”

Read This…અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને ભારતનો પ્રદેશ બતાવવતા ચીન થયું નારાજ, કહ્યું કે….

બીજી એક પોસ્ટમાં, તેમણે ભાર મૂક્યો કે આ નિર્ણય પ્રવાસી સમુદાયમાં સાંસ્કૃતિક એકતાના મહત્વને ઉજાગર કરે છે. આ આપણી સંસ્કૃતિ અને વારસાનો વિજય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button