હમણાં કોઈને ન કહેતાઃ વહુ કે દીકરીની પ્રેગનન્સી ત્રણ મહિના સુધી કેમ છુપાવાય છે?
![why pregnancy is hidden for three months](/wp-content/uploads/2025/02/pregnancy-reveal-after-three-months-1.webp)
કોઈપણ ઘરમાં નવદંપતીને ત્યાં પારણું બંધાય તો આખો પરિવાર ખુશ થઈ જાય છે. એક સ્ત્રી માટે તો માતા બનવું સૌથી સુંદર અનુભવ હોય જ છે, પણ આખા ઘર-પરિવાર માટે ઘરમાં નવા મહેમાન આવવાની ખુશી હોય છે, પરંતુ આ ખુશી અન્ય લોકોથી છુપાવાય છે. વહુ પ્રેગનન્ટ છે તે જાણમાં આવે કે તરત જ ઘરમાં વડીલો દ્વારા કહેવાય છે કે હમણા કોઈને કહેશો નહીં. લગભગ ત્રણ કે ચાર મહિના સુધી આ ખુશખબરી કોઈની સાથે શેર થતી નથી.
![](/wp-content/uploads/2025/02/image-13.png)
Also read : Viral Video: બીમાર મહાવતને કંઈક આ રીતે મળવા પહોંચ્યા ગજરાજ…
આનું કારણ શું છે. ના કોઈ ધાર્મિક કારણ નથી, પરંતુ આ પાછળ મેડિકલ સાયન્સ અને તેની સાથે જોડાયેલું સામાજિક કારણ છે. વાત એમ છે કે ટ્રાઈમેસ્ટર એટલે કે કન્સીવ કર્યાના પહેલા ત્રણ મહિના મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર આવે છે. આ સમય દરમિયાન ડોક્ટરો પણ તેમને ખાસ ધ્યાન રાખવા કહે છે. સામાન્ય રીતે આ ત્રણ મહિના દરમિયાન કોઈપણ કારણસર કસુવાવડ કે મિસકેરીજ થવાની શક્યતા વધારે હોય છે.
Also read : વેકેશન ટ્રીપ પ્લાન કરો છો? આ દેશ જેવું સસ્તું અને સરળ ઑપ્શન બીજું નહીં મળે
આથી એકવાર બધુ સુખરૂપ પાર પડે પછી જ લોકોને આ વિશે કહેવાય છે. આ સાથે ઘણા વડિલો અને ખાસ કરીને ઘરની મોટી ઉંમરની મહિલાઓ એમ પણ માને છે કે વહુને કોઈની નજર ન લાગી જાય તે માટે પણ ત્રણ મહિના સુધી તેની પ્રેગનન્સી વિશે કોઈને જાણ કરવામાં આવતી નથી. આ સમય દરમિયાન એટલે કે કન્સીવ કર્યાના છથી આઠ મહિનામાં નક્કી થાય છે કે બાળકનો ગ્રોથ કેટલો અને કેવો રહેશે. આથી આ બધું નક્કી થાય, બાળક બરાબર ગ્રો થાય છે, તે સ્વસ્થ છે તે જાણમા આવ્યા બાદ જ પરિવાર જાહેર કરે છે કે તેમના ઘરે નવા મહેમાનની કિલકારી ગુંજશે.