નથી ચાલતો 50 પૈસાનો સિક્કો? જાણો શું કહે છે RBIનો નિયમ…
![RBI new banking rule January 2025](/wp-content/uploads/2024/12/RBI-new-banking-rule-January-2025.webp)
ભારતીય ચલણ (Indian Currency)માં રહેલાં ચલણી સિક્કા અને નોટ્સને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાત-જાતના નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે છે. આજે અમે અહીં આવા જ એક ચલણી સિક્કા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ચલણી સિક્કો છે 50 પૈસાનો. 50 પૈસાનો સિક્કો હાલમાં ચલણમાં નથી અને નોર્મલ ટ્રાન્ઝેક્શનમાં પણ એને ઉપયોગમાં નથી લેવામાં આવતો. પરંતુ આ બાબતે આરબીઆઈનું શું કહેવું છે અને એનો નિયમ શું છે એ જાણી લેવું પણ એટલું જ મહત્ત્વનું છે. ચાલો જોઈએ શું છે 50 પૈસાના સિક્કાને લઈને આરબીઆઈનો નિયમ…
આરબીઆઈ દ્વારા આ બાબતે મે, 2024માં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં 50 પૈસાના સિક્કાને લઈને માહિતી આપવામાં આવી હતી. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 50 પૈસાનો સિક્કો આજે પણ એક લીગલ ટેન્ડર છે. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા આજે પણ 1, 2, પાંચ, 10 અને 20 રૂપિયાની જેમ જ 50 પૈસાના સિક્કા પણ બહાર પાડવામાં આવે છે.
50 પૈસાના સિક્કાને સ્મોલ કોઈન અને એક રૂપિયા કે એનાથી વધારાના મૂલ્યના સિક્કાને રૂપી કોઈન કહેવામાં આવે છે. સિક્કા અધિનિયમ, 2011 હેઠળ 1000 રૂપિયાના મૂલ્ય સુધીના સિક્કા બહાર પાડવામાં આવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે ભલે 50 પૈસાના સિક્કાનો ઉપયોગ ઘટી ગયો હોય પણ તે હજી પણ માન્ય ચલણ તો ગણી જ શકાય. કોઈ પણ વ્યક્તિ આ સિક્કા સ્વીકારવાનો ઈનકાર ના કરી શકે.
![](/wp-content/uploads/2025/02/50-paise-coin-1024x983.webp)
આ પણ વાંચો : 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…
વાત કરીએ 25 પૈસાના સિક્કાની તો 25 પૈસાના સિક્કાને આરબીઆઈ દ્વારા 30મી જૂન, 2011થી ચલણમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તે આજની તારીખમાં વેલિડ ટેન્ડર નથી.
જો કોઈ 50 પૈસાનો સિક્કો લેવાની ના પાડે તો…
સિક્કા અધિનિયમ, 2011ના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ ચલણમાં રહેલાં કોઈ પણ ચલણને સ્વીકારવાનો ઈનકાર કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો આરબીઆઈના અધિનિયમ 1934 હેઠળ આઈપીસીની ધારા 2023 હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય ચલણનો અસ્વીકાર કરવો એ રાજદ્રોહની શ્રેણીમાં આવે છે.
લો એક્સપર્ટસે્ આ વિશે વિસ્તારથી માહિતી આપતા જણાવ્યું હતું કે આઈપીસી, 1980ની ધારા 124એ હેઠળ ભારતીય ચલણનો અસ્વીકાર કરવો એ એક દંડનીય અપરાધ છે અને આવું કરનારને ત્રણ વર્ષથી લઈને ઉંમર કેદ સુધીની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને RBIએ કરી મહત્ત્વની જાહેરાત…
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ અસલી સિક્કાને નકલી ગણાવીને અફવા ફેલાવે છે તો એવા લોકો સામે પણ કાર્યવાહી કરી શકાય છે. એટલું જ નહીં સિક્કાને ગાળવા પણ એક ગુનો છે અને આ માટે સાત વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.