અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં Bomb ની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ : દેશમાં ફલાઇટમાં બોમ્બની (Bomb)સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ જેદ્દાહથી આવેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ઇંડિગો એરલાઇન્સની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. તેમજ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા મુસાફર વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

ધમકી બાદ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી

જોકે, સુરક્ષા એજન્સીઓને ફલાઇટમાં ચકાસણી બાદ કશું શંકાસ્પદ મળ્યું ન હતું. જેના પગલે સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે આ ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે એરપોર્ટ પર બેઠક કરી છે. આ ધમકી બાદ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ રેલવે ડિવિઝનને ફળ્યો મહાકુંભ: એક મહિનામાં થઈ કરોડોની આવક…

હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો

અમદાવાદમાં એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અનેકવાર ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. જ્યારે દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 થી વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. જેની બાદ સમગ્ર એવીએશન ઉદ્યોગમાં અને હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button