Narendra Modi Stadium માં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે, ટિકિટ ખરીદવા લોકોની ભારે ભીડ
![](/wp-content/uploads/2023/10/indian-national-anthem-in-narendra-modi-stadium.webp)
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) મેચ રમાશે. આ મેચ માટે ઓફલાઇન ટિકિટનું વેચાણ 9 ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જેમાં ક્રિકેટ પ્રેમીઓ સવારે 10 થી 6 વાગ્યા સુધી સ્ટેડિયમ પરથી ઓફલાઇન ટિકિટ ખરીદી શકશે. જેના પગલે રવિવારે અને આજે ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. આ ટિકિટની કિંમત રૂપિયા 1500 થી 12,500 સુધીની છે. જેમણે 4 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. તે પણ સ્ટેડિયમ પરથી ઓફલાઇન ટિકિટ મેળવી શકશે.
સ્ટેડિયમ મેચમાં ભરચક રહેવાની ધારણા
ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હોવાથી રવિવારે પણ સ્ટેડિયમમાં ટિકિટ ખરીદવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. ઓનલાઈન બુકિંગ માટે ટિકિટના ભાવ રૂપિયા 500 થી 12,500 સુધીના છે. વિશ્વના સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચમાં ભરચક રહેવાની ધારણા છે.
આ પણ વાંચો : Gold Price: સોનાના ભાવમાં વધારો થતા અમદાવાદમાં સોનાની ખરીદીનો ટ્રેન્ડ બદલાયો
ક્રિકેટ પ્રેમીઓના ભારે ઉત્સાહ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઇ ચુકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઇ હતી0 . બીજી વન-ડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી. જ્યારે હવે ત્રીજી વન-ડે મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવાની છે.સ્ટેડિયમમાંથી વિશ્વની બે મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે. આ મેચને લઇને ક્રિકેટ પ્રેમીઓના ભારે ઉત્સાહ છે.