
અમદાવાદ : સોનાના ભાવમાં(Gold Price)સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોનાના ભાવ હાલ ઓલટાઇમ હાઇ 10 ગ્રામના રૂપિયા 86,000ની આસપાસ પહોંચ્યો છે. જેમાં છેલ્લા 15 દિવસમાં સોનાના ભાવમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, આ દરમ્યાન અમદાવાદના બજારમાં સોનાની ખરીદીમાં મોટો વધારો જોવા નથી મળ્યો. મોટી ખરીદી હાલમાં ઘટી છે. પરંતુ નાના પાયે ખરીદી થઈ રહી છે.
22 કેરેટ સ્થાને 14 થી18 કેરેટ ગોલ્ડની ખરીદી
જોકે, સોનાના ભાવ વધવાની સાથે જ લગ્નગાળાની સિઝનમાં 22 કેરેટ ગોલ્ડના સ્થાને 14 થી 18 કેરેટ ગોલ્ડની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે ગ્રાહક પોતાનું બજેટ જાળવી રાખે. જેના લીધે 14 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માગમાં વધારો થયો છે. જેમાં એક અંદાજ મુજબ માગમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદના ગ્રાહકો રોઝ ગોલ્ડ તો એનઆરઆઇ વ્હાઇટ ગોલ્ડની ડિમાન્ડ કરે છે.
Read This…Stock Market: વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે શેરબજારમાં કડાકો…
રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે
આ ઉપરાંત હાલ બજારમાં જથ્થાબંધ અને છૂટક રોકાણકારોનો ખરીદીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદના એક જવેલરી વેપારીએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં છેલ્લા 15 દિવસમાં સોનાના ભાવમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. જેના લીધે અમુક ગ્રાહકો અને રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.