મનોરંજન

આ ભોજપુરી અભિનેત્રીએ સ્કિન ટાઈટ ડ્રેસ પહેરીને આપ્યો કિલર પોઝ

મુંબઈઃ હિન્દી સિરિયલ જ નહીં, પરંતુ ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. શ્વેતા તિવારીએ સિલ્વર કલરના શિમરી વનપીસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. શ્વેતા તિવારીએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને તેના ચાહકોનું પણ દિલ જીતી લીધું છે.

43 વર્ષની અભિનેત્રીની બોલ્ડ અદાને જોઈને લોકો દંગ રહી ગયા છે. સિલ્વર કલરના બોલ્ડ ડ્રેસમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ બોલ્ડ લૂક સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

પોતાના લૂકને વધારે મોહક બનાવવા માટે શ્વેતાએ ગળામાં પાતળી ચેન પહેરી છે, જ્યારે ખુલ્લા વાળની સાથે લાઈટ મેકઅપમાં જોવા મળે છે. વનપીસ ડ્રેસમાં બંને બાજુની ડબલ લેસમાં જોવા મળતી શ્વેતા તિવારી મોહક પોઝ આપ્યા છે.
અલગ અલગ પોઝમાં જોવા મળતી શ્વેતા તિવારી સિલ્વર કલરના શૂઝ પણ પહેર્યા છે. શ્વેતા ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં કેપ્શન વિના ફક્ત પોતાની ટીમના નામ લખ્યા છે, પરંતુ હજારો લોકોને તેની અદા પસંદ પડી છે.

બોલીવુડની ફિલ્મોમાં કામ કરવા સિવાય શ્વેતા તિવારીએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ પોતાની બોલ્ડ અને ફેશનેબલ સ્ટાઈલિશ લૂકને હંમેશાં ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઅર્સની યાદી પણ લાંબી છે. તેના ફોલોઅર્સની સંખ્યા 4.5 મિલિયનથી વધુ છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ ફિલ્મોમાં એન્ટ્રી કરી ચૂકી છે. પલક તિવારીની પહેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન છે. આ ફિલ્મને કારણે હવે જાણે મા-દીકરી પણ જાણે ફિલ્મો કરવાની હોડમાં હોય એમ લાગે છે. શ્વેતા તિવારી તેના કિલર લૂકને લઈ હજુ પણ ચર્ચામાં રહે છે, જ્યારે દીકરી તેના બોયફ્રેન્ડ સાથેના અફેરને લઈ લાઈમલાઈટમાં રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button