આમચી મુંબઈટોપ ન્યૂઝ

નેશનલ ડિફેન્સ એકેડમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળતા સનસનાટી…

પુણેઃ-પુણેના મુળશી તાલુકામાં આવેલા સ્કાય આઇ માનસ લેક સિટીમાં પાકિસ્તાની ચલણી નોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સોસાયટીના સેક્રેટરીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Also read : ધુળેમાં ચાર ટ્રેક્ટરમાંથી 11 ટન ગાંજો મળી આવ્યો…

મળતી માહિતી મુજબ સોસાયટીના સેક્રેટરી શનિવારે સવારે જ્યારે તેમના બિલ્ડિંગની લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે લિફ્ટ બહારથી તેમને કેટલીક ચલણી નોટ મળી હતી જેના પર સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન લખેલું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તુરંત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પાકિસ્તાની ચલણ મળ્યા બાદ હંગામો શા માટે થયો?
આ વિસ્તાર રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી એટલે કે (NDA)ની ખૂબ જ નજીક આવેલો છે જ્યાં દેશના ભાવી લશ્કરી અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં વિદેશી ચલણ અને તેમાં પણ પાકિસ્તાનની ચલણ મળી આવતા તે ભારે સુરક્ષા ચૂકનો સંકેત હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓમાં એવો ડર છે કે આ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે અને તેમના વિસ્તારની આસપાસ કોઈ પાકિસ્તાની એજન્ટ છુપાયેલો છે કે કોઈ મોટા ષડયંત્રને આકાર આપવામાં આવી રહ્યો છે.

Also read : બાબા આમ્ટેની સંસ્થાને દસ કરોડની સહાય

પોલીસ કાર્યવાહીઃ-
પોલીસે આ મામલો ઘણી ગંભીરતાથી લીધો છે અને આ વિસ્તારની આસપાસ કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ ચાલુ કરી છે. પોલીસ સોસાયટીના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે, પણ ઘટના સમયે સીસીટીવી કામ કરતા ના હોવાથી મહત્વપૂર્ણ સમયની માહિતી મળી શકી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button