![Stock market screen showing significant drop in Sensex and Nifty indices](/wp-content/uploads/2024/10/stock-market-live-updates.webp)
મુંબઈ : વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)આજે પણ ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 217. 28 પોઈન્ટના ઘટાડા સાથે 77642.91 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 75 પોઈન્ટના ઘટાડા સાથે 23484 ના સ્તરે ખૂલ્યો હતો. જેમાં , મહિન્દ્રા, એસબીઆઇ, આઇટીસી અને એરટેલમાં વધારો જોવા મળ્યો હતો. જયારે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એનટીપીસી અને એચડીએફસી માં મોટો ઘટાડો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો માં ઘટાડો જોવા મળી રહ્યા છે.
Also read : Delhi Electionમાં કેટલાક નેતાઓએ હેટ્રીક લગાવી તો કેટલાક ચાર વાર જીત્યા, 70 માંથી 32 નવા ચહેરા
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતની બજારો પર અસર
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ડ્યુટી લાદવાની જાહેરાતની અસર આજે ભારત સહિત વિશ્વભરના બજારો પર દેખાઈ રહી છે. મેટલ શેરોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. મેટલ પછી ફાર્મા શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Also read : Manipur વિધાનસભા સત્ર પૂર્વે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું, આ છે કારણ…
યુએસ શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા
વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતોને પગલે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલવાની ધારણા હતી. આ દરમિયાન એશિયન બજારોમાં ઘટાડો થયો છે. જ્યારે ડાઉ જોન્સે તેના ત્રણ અઠવાડિયાના વધારાનું વલણ ગુમાવી દીધું હતું. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી ગયા અઠવાડિયે યુએસ શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા.