![This whiskey company won the award, share price skyrocketed, 14 times return in one year](/wp-content/uploads/2024/04/alcohol2-1080x675-1-780x470.jpg)
અમદાવાદ: ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમા(Nadiad)દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. તેમજ એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ વ્યક્તિનાં શંકાસ્પદ મોત થયા હતા. માત્ર અડધા કલાકમાં જ ત્રણ લોકોની તબિયત લથડતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ ત્રણેયનાં મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો : ખેડા જીલ્લાના પરિએજ તળાવમાં 60 હજારથી વધુ પ્રવાસી પક્ષીનું આગમન…
પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા
આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી છે.જ્યારે આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાનાં આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.