![4 die in one day in three river drowning incidents in Gujarat](/wp-content/uploads/2024/06/Gujarat-Drowning.webp)
પાટણ: પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં હ્રદયદ્રાવક ઘટના બની છે. અહી તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ બાળકો સહિત માતાનું મોત નીપજ્યું હોવાના અહેવાલો છે. એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબવાની ઘટનાથી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.
Also read : અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો શુભારંભઃ કરોડો શ્રદ્ધાળુઓ કરશે દર્શન
વડાવલી ગામમાં એક કરુણ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. અહી તળાવમાં એક વ્યક્તિ લપસી જતાં તેને બચાવવા જતાં અન્ય ચાર બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ગ્રામજનો દ્વારા બાળકો સહિત ડૂબેલા લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પાંચ મૃતકોના નામ
પાંચ મૃતકોમાં સોહેલ રહિમભાઈ કુરેશી -૧૪ વર્ષ, સિમરન સલીમભાઈ સિપાહી-૧૨, મલેક ફિરોજા કાળુભાઈ-૩૨ વર્ષ, અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક -૧૦ વર્ષ અને મહેરા કાળુભાઈ મલેક-૮ વર્ષનો સમાવેશ થાય છે.
Also read : Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર, પીડિત પરિવારોમાં રોષ
એક બાળક ગ્રામપંચાયતના પટ્ટાવાળાનો પુત્ર
આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. એક જ પરિવારમાંથી માતા અને બે પુત્રોનું મૃત્યુ થયું છે. જેમાં એક બાળક ગ્રામપંચાયતના પટ્ટાવાળાનો પુત્ર હોવાની પણ વિગતો મળી રહી છે. હાલ મૃતદેહોને ચાણસ્મા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ માર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.