રાજકોટ

બાકી વેરો વસૂલવા માટે RMC મેદાને; 316 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ…

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરાનો 410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હજુ રૂ. 60 કરોડ જેટલી વસુલાત કરવાની બાકી હોવાથી વેરા વસૂલાત માટે સઘન ઝૂંબેશ આજથી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે મહાનગર પાલિકાના જુદા-જુદા વિભાગનાં 316 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસ બાકીદારોને રૂબરૂ મળીને વેરાની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Also read : Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર, પીડિત પરિવારોમાં રોષ

410 કરોડનો લક્ષ્યાંક
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકામાં ચાલુ નાણાકીય વર્ષમાં વેરાનો 410 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 351 કરોડ જેટલી વસુલાત થઈ છે. 60 કરોડની વસુલાત કરવા માટે મ્યુ. કમિશનર દ્વારા વેરા વિભાગ ઉપરાંત જુદા-જુદા વિભાગોનાં 316 જેટલા કર્મચારીને જવાબદારી સોંપી દેવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને સોમ, બુધ અને શુક્રવારે સવારથી બપોર સુધી વેરા વસુલાત માટેની કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

Also read : સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ

316 કર્મચારીઓને જવાબદારી
મ્યુ. કમિશનર દ્વારા જે કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે તેની બે વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે. પ્રથમ વિભાગમાં 171 કર્મચારીઓનો સમાવેશ થયો છે. આ કર્મચારીઓએ રૂ. 5થી 50 હજારનો વેરો બાકી હોય તેવા આસામીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. બીજા વિભાગમાં 145 અધિકારીઓનો સમાવેશ કરાયો છે જેને રૂપિયા 50 હજાર કરતા વધુ વેરો બાકી હોય તેવા આસમીઓને રૂબરૂ મળી વસુલાત કરવા અને તેનો રિપોર્ટ વોર્ડ ઓફિસરને કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button