મહારાષ્ટ્ર

કિસ્સા કિસ કાઃ અનિલ કપૂર સાથે કિસિંગ સીનની એક્ટ્રેસને જાણ નહોતી, પછી શું થયું જાણો…

મુંબઈઃ અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ‘કિસ’ પ્રકરણ પણ ચર્ચામાં છે. ચાહે પછી કોઈ અભિનેતા હોય કે સિંગર. જોકે, ફિલ્મોમાં કિસિંગ સીન હોવા નવીનવાઈની વાત નથી.

આજકાલ તો ૯૦ ટકા ફિલ્મોમાં કિસિંગ સીન હોય જ છે. પણ એક જમાનો હતો, જ્યારે ફિલ્મોમાં કિસિંગ સીન સામાન્ય નહોતા. પહેલા ઘણી ઓછી ફિલ્મો હતી, જેમાં કિસિંગ સીન હોય. આવા સીનના શૂટિંગ પહેલા કલાકારોને માનસિક રૂપે તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ એક ફિલ્મનો કિસ્સો તાજેતરમાં ચર્ચામાં આવ્યો છે.

2007માં રીલિઝ થયેલી ‘સલામ-એ-ઈશ્ક’માં આવું બન્યું નહોતું. આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. અંજના સુખાની પણ આ ફિલ્મનો ભાગ હતી. આ ફિલ્મમાં તેણે એક કિસિંગ સીન પણ આપ્યો હતો.

આપણ વાંચો: International Emmy Awards: અનિલ કપૂરની ‘ધ નાઈટ મેનેજર’ બેસ્ટ ડ્રામા સિરીઝનો જાદુ ચાલ્યો નહીં…

આ કિસિંગ સીન અનિલ કપૂર સાથે હતો, પરંતુ એક્ટ્રેસને પહેલા તેની જાણ નહોતી. અંજના સુખાનીએ પોતે આ વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે ન તો તેને આ કિસિંગ સીન વિશે કહેવામાં આવ્યું હતું અને ન તો સ્ક્રિપ્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ડાયરેક્ટરે અચાનક તેને આ કિસિંગ સીન કરવા માટે કહ્યું હતું જેના કારણે તે ઘણી અસહજ થઈ ગઈ હતી. અંજના સુખાનીએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને દિગ્દર્શક નિખિલ અડવાણી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

અભિનેત્રીએ કહ્યું હતું કે અનિલ કપૂરને કિસ કરવાની માંગથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે તેને આ વિશે અગાઉથી જણાવવામાં આવ્યું નહોતું. તે આ માટે માનસિક રીતે તૈયાર નહોતી કે તેને આમ કરવા માટે સમય મળ્યો નહોતો. પરંતુ, તે દિવસોમાં તે ઈન્ડસ્ટ્રીમાં નવી હોવાથી કંઈ બોલી શકી નહોતી.

આપણ વાંચો: સુપરહીટ ફિલ્મ મિ. ઈન્ડિયા આ બે સ્ટાર્સે નકારી હતી, જે અનિલ કપૂરને ફળી

અંજનાએ ફ્રેશર હોવાના દબાણ વિશે વાત કરી અને કેવી રીતે નવા આવનારાઓને ઘણી વાર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, કારણ કે, તેમને લાગે છે કે તેઓ પ્રતિકાર નહીં કરે અને ચૂપચાપ તેમની માંગ સ્વીકારી લેશે.

અંજના કહે છે- ‘મને છેલ્લી ઘડી સુધી એ સીન વિશે કંઈ જ કહેવામાં આવ્યું નહોતું. અમે સેટ પર પહોંચ્યા ત્યારે અચાનક આ સીન ડિમાન્ડ કરવામાં આવ્યો. પરંતુ, સ્ટાર કિડ સાથે આવું થતું નથી. હું ગભરાઈ ગઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી આસપાસ એવું કોઈ નહોતું કે જેને હું આ વાત કહી શકું. મને તાત્કાલિક જ કહેવામાં આવ્યું કે તમારે આ કરવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button