મહારાષ્ટ્ર

સાઈબર ક્રાઈમનો સામનો મહારાષ્ટ્ર સક્ષમ યંત્રણા દ્વારા કરી રહ્યું છે: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સાઈબર ક્રાઈમનો સામનો કરવા માટે જે સક્ષમ યંત્રણા તૈયાર કરવામાં આવી છે તેને કારણે ટૂંકા સમયગાળામાં સેંકડો કરોડો રૂપિયાની બચત થઈ છે.
તેમણે કહ્યું હતું કે અન્ય રાજ્યો સક્ષમ સાઈબર ક્રાઈમ વિરોધી યંત્રણાની સફળતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર મોડેલને પોતાના રાજ્યોમાં લાગુ કરવા ઉત્સુક છે.

મહારાષ્ટ્ર સરકારે સક્ષમ સાઈબર પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે બધા જ મહત્ત્વના ભાગધારકોને સાંકળી લે છે. અમે આ પ્લેટફોર્મ પર બેંકો, એમબીએફસીઓ અને સોશિયલ મીડિયા પ્રોવાઈડર સાથે સંકળાયેલા છીએ. અમે દુનિયાના બધા જ નવતર વિચારોના લાઈસન્સ લઈ રાખ્યા છે. અન્ય રાજ્યોએ અમને વિનંતી કરી છે કે તેમના રાજ્યો માટે આવા પ્રકારના સમકક્ષ પ્લેટફોર્મ તૈયાર કરી આપવામાં આવે, એમ મુખ્ય પ્રધાને નાગપુરમાં એક સાઈબરહેક ઈવેન્ટમાં બોલતાં કહ્યું હતું.

ફડણવીસે કહ્યું હતું કે સાઈબર જોખમોને શોધી કાઢવાનું કામ સમર્પિત પ્લેટફોર્મ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંકા સમયમાં હજારો કરોડો રૂપિયાની બચત કરવાનું માન તેમણે મેળવ્યું છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેનો દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવાદ?નાયબ મુખ્ય પ્રધાને આપ્યો રદિયો: બધું સમુસૂતરું હોવાનો દાવો…

કેન્દ્ર સરકારની માન્યતા ધરાવતું આ પ્લેટફોર્મ સાઈબર ક્રાઈમના ઝડપથી વધી રહેલી દુનિયા માટે ટેકનોલોજી આધારિત ઉકેલ આપવાનું લક્ષ્ય ધરાવે છે, એમ તેમણે કહ્યું હતું. ફડણવીસે ભારપુર્વક કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ર્લીંયચ બાવતા ગુનેગારોનો સામનો કરવા માટે એડવાન્સ્ડ ટેકનોલોજીની આવશ્યકતા છે.

સાઈબર ક્રાઈમની દુનિયા ઝડપથી આગળ વધી રહી છે અને તેઓ સામાન્ય લોકોને લક્ષ્ય બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. નકળી ઓળખ તૈયાર કરીને ગમે ત્યાંથી વીપીએનના માધ્યમથી કોલ કરીને, અવાજને બદલીને તેઓ લક્ષ્ય બનાવે છે. આપણને ભાવિ સાઈબર ક્રાઈમનો સામનો કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલની આવશ્યકતા છે, એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે સ્ટાર્ટ-અપને સ્થાપિત કરવા માટે ભંડોળ સ્થાપિત કર્યું છે. 300થી વધુ સ્ટાર્ટ-અપ મુખ્યત્વે ડિફેન્સ ઈનોવેશન સહિતનાને આનો ફાયદો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button