આમચી મુંબઈ

મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન ‘લાઈફલાઈન’ કહેવાય છે. હવે રેલવે તેની કાર્યક્ષમતા, સલામતી અને સૌથી અગત્યનું, એટલે કે પેસેન્જરના પ્રવાસના સુખદ અનુભવને સુધારવા પર ભાર મૂકીને એ દિશામાં ફેરફાર કરવા જઈ રહી છે. પ્રવાસીઓને સૌથી કનડતો મુદ્દો એટલે રોજની ભીડ અને મોડી પડતી ટ્રેનો છે. આ બધામાં નોંધપાત્ર ફેરફારો ટૂંક સમયમાં જોવામાં આવશે.
રેલવે નવી-ડિઝાઇનની ટ્રેનો રજૂ કરવા તરફ આગળ વધી રહી છે, જે ઇએમયુ (ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) લોકલ કરતાં વધુ જગ્યા (સ્પેશિયસ) હશે. તેને કારણે વધુ પ્રવાસીઓને પણ સમાવી શકશે. એટલે ભીડનો સામનો કરવો પડશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય મહત્વના ફેરફારો, જે લોકોને વધુ સુવિધાજનક પ્રવાસ આપશે તેને જાણીએ.

અત્યારે બે ટ્રેનોની વચ્ચેનો સમયગાળો ૧૮૦ સેકન્ડનો છે, જેને ઘટાડીને ૧૨૦ સેકન્ડ કરવામાં આવશે જેથી વધારે ટ્રેનો દોડાવી શકાય. તેનાથી પ્લેટફોર્મ પર અને ટ્રેનોમાં ગર્દી ઓછી કરવામાં મદદ મળશે. નવી ટ્રેનોનું નિર્માણ એવી રીતે કરવામાં આવશે. અદ્યતન વેન્ટિલેશન સિસ્ટમ્સને કારણે બેક્ટેરિયા-મુક્ત ઓક્સિજન પ્રવાસીઓને મળી શકે છે. આ ઉપરાંત, રિઅલ ટાઇમ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ્સ સાથે, સ્વયંસંચાલિત ડોર મિકેનિઝમ્સનો પણ આ નવા ડિઝાઇન કરાયેલા લોકોમોટિવ્સમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો : મુંબઈમાં પાંચ નવાં ફાયર સ્ટેશન બનશે

હાલના તબક્કે મુંબઈ સબર્બન રેલવેમાં ત્રણ પ્રકારની લોકલ ટ્રેન ઓપરેશનમાં છે, જેમાં જૂની લોકલ પછી નવી ટ્રેનો અને એસી ઈએમયુનો સમાવેશ થાય છે. સબર્બન રેલવેમાં કુલ મળીને 3,200 સર્વિસીસ છે, જ્યારે 75 લાખથી વધુ પ્રવાસી રોજ ટ્રાવેલ કરે છે. જોકે, અદ્યતન લોકલ ટ્રેનની નવી રેક મળ્યા પછી એકંદરે કુલ સર્વિસીસમાં 200-300 વધારો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button