છત્તીસગઢમાં 40 દિવસમાં 80 નકસલી ઠાર, રાજ્યને નકસલમુક્ત કરવા સરકાર સફળ?

નવી દિલ્હી: આજે છત્તીસગઢના બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં નક્સલવાદ ખતમ કરવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 31થી વધુ નક્સલી માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર દરમિયાન 2 સૈનિકો શહીદ થયા હતા અને 2 ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થળ પરથી બહાર કાઢવા માટે જગદલપુરથી MI 17 હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. વર્ષ 2025ની આ ઘટના પૂર્વે છત્તીસગઢમાં એક એન્કાઉન્ટરમાં ફોર્સ દ્વારા 49 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
નક્સલ વિરોધી ઓપરેશનમાં સેનાને સતત સફળતા
છત્તીસગઢમાં નક્સલવાદનો ખાતમો કરવા માટે ચાલી રહેલા નક્સલ વિરોધી ઓપરેશનમાં સેનાને સતત સફળતા મળી રહી છે. ખાસ કરીને વર્ષ 2025ની શરૂઆત નક્સલીઓ માટે કાળનું વાવાઝોડું બનીને આવ્યું છે. નક્સલીઓ પર સેનાના વધી રહેલા દબાણના કારણે નક્સલીઓ સતત તેમના ઠેકાણા બદલી રહ્યા છે અને એન્કાઉન્ટરમાં ઠાર થઈ રહ્યા છે. આજે બીજાપુર નેશનલ પાર્ક વિસ્તારમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 31 નક્સલવાદીઓને ઠાર કરાયા છે.
બસ્તર વિભાગને નક્સલ મુક્ત બનાવવા અભિયાન
સેના દ્વારા વર્ષ 2026 સુધીમાં નક્સલવાદીઓના ગઢ બસ્તર વિભાગને નક્સલવાદથી મુક્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. સેના દ્વારા સતત નક્સલીઓના એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યા છે, જેનાથી કારણે નક્સલીઓની પકડ નબળી પડી રહી છે. નક્સલીઓનો ખાતમો કરવામાં હવે સેનાને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. સ્થાનિક સરકારના શાસનમાં અત્યાર સુધીમાં 268 નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે 750 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. એક હજારથી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે.
300 નક્સલીઓ ઠાર
21 જાન્યુઆરી 2025ના રોજ ગારિયાબંદ જિલ્લામાં 18 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો સેનાની આજની કાર્યવાહીન પણ સમાવીને વાત કરવામાં આવે તો આ સંખ્યા 300ની નજીક પહોંચી ગઈ છે. જે ગતિએ નક્સલીઓનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે અને આત્મસમર્પણ કરી રહ્યા છે, તેનાથી ગૃહ પ્રધાન અમિત શાહનું લક્ષ્ય સમય પહેલા પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમણે 31 માર્ચ, 2026 સુધીમાં રાજ્યને નક્સલમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં સુરક્ષા પ્રશાસન સફળ થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા
નક્સલી વિરુદ્ધ કાર્યવાહી
બસ્તર પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં અત્યાર સુધીમાં બસ્તર સહિત સમગ્ર રાજ્યમાં નક્સલ મોરચે વિવિધ એન્કાઉન્ટરમાં 80 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી બસ્તર વિભાગમાં 64 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. છેલ્લા 32 દિવસમાં કુલ 25 કટ્ટર માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. 20 અને 21 જાન્યુઆરીના રોજ ગારિયાબંદ એન્કાઉન્ટરમાં કુલ 16 નક્સલીઓ માર્યા ગયા હતા. વર્ષ 2024માં 219 નક્સલીઓને ઠાર કરવામાં સેનાને સફળતા મળી હતી.