તમે પણ પાણી પીધા પછી રેલવે ટ્રેક પર ફેંકી દે છો વોટર બોટલ? જોઈ લો શું થાય છે પછી…
![Effects of littering on railway tracks](/wp-content/uploads/2025/02/Effects-of-littering-on-railway-tracks.webp)
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વ્યસ્ત, મોટું અને જટિલ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવેમાં મુસાફરી કરીને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે.
આ રેલવે અને તેની ટ્રેનોની સુરક્ષાની જવાબદારી નાગરિકોની છે, કારણ કે આ ટ્રેનો ટેક્સના પૈસાથી બનાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જે આ વાતનું ધ્યાન નથી રાખતા અને તેને નુકસાન પહોંચાડે છે. આપણામાંથી ઘણા લોકો ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પાણી પીધા બાદ ખાલી વોટર બોટલ રેલવે ટ્રેક પર ફેંકી દે છે. પરંતુ આવું કરતી વખતે આપણે ખ્યાલ પણ નથી આવતો કે આ સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આવો જોઈએ કઈ રીતે-
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેલવે પર ફેંકવામાં આવેલી વોટર બોટલ અંગે જાગરૂક્તા ફેલાવવામાં આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે તો તેટલાક લોકો આ વીડિયો પર કમેન્ટ કરીને બીજી વખત રેલવે ટ્રેક બોટલ નહીં ફેંકવાનું વચન આપી રહ્યા છે.
આપણ વાંચો: ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
આ વીડિયો ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોને જાગરૂક કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો છે. જેમાં રેલવે સ્ટેશનના કન્ટ્રોલ રૂમમાં સિગ્નલ આપતી વખતે અધિકારીને સમસ્યા આવે છે તો તે રેલવે કર્મચારીને ટ્રેક પર તપાસ કરવા મોકલાવે છે.
જ્યારે કર્મચારી સ્પોટ પર પહોંચે તો તેને ટ્રેકના ચેન્જિંગ પોઈન્ટ પર પાણીની બોટલ ફસાયેલી જોવા મળે છે. આ જોઈને કર્મચારી બોટલને હટાવીને કન્ટ્રોલ રૂમમાં અધિકારીને સિગ્નલ ચેક કરવા જણાવે છે. કર્મચારી પોઈન્ટ પર પ્લાસ્ટિકની બોટલ પર ફસાયેલી હોવાનું પણ જણાવે છે.
આપણ વાંચો: જાણી લેજો મહત્વના સમાચાર, ભારતીય રેલવેના ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો બદલાવ
કર્મચારી અહીં જ નથી રોકાતો. તેણે આ સમસ્યાને ઉકેલવા માટે એક અવેરનેસ કેમ્પેઈન કર્યું હતું. તેણે પ્રવાસીઓને રેલવે ટ્રેક પર પાણીની વોટર બોટલ નહીં ફેંકવાની અપીલ કરી હતી. રેલવે ટ્રેક પર પાણીની બોટલ્સ ફેંકવાને કારણે ગંદગી તો ફેલાય જ છે પણ એને કારણે જ ટ્રેનો પણ મોડી પડે છે. ક્યારેક ક્યારેક તો આને કારણે રેલવે એક્સિડન્ટ્સ પણ થતાં હોય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @ashwani_dube નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ટ્રેનમાંથી પાણીની બોટલ ફેંકવી સરળ છે, પણ એના દુષ્પરિણામ. પોસ્ટ સાથે યુઝરે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પણ ટેગ કર્યા છે. અત્યાર સુધી આ વીડિયો પાંચ લાખ કરતાં પણ વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને તેને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-