આમચી મુંબઈ

Shocking News: Nita Ambani એ પોતાના ત્રણેય સંતાનોને લઈને કર્યો એવો ખુલાસો કે…

અંબાણી પરિવારના લેડી ડોન કે બિગ બિસ કે લેડી બોસ જે કહો એ નીતા અંબાણી જ છે. નીતા અંબાણી એક બેસ્ટ મધર, બેસ્ટ મધર ઈન લો અને એક બેસ્ટ બિઝનેસવુમન તરીકે આજે કરોડો મહિલાઓ માટે રોલમોડેલ સમાન છે. પરંતુ શું તમને ખબર છે કે ખૂબ જ નાની ઉંમરમાં નીતા અંબાણીએ એક એવી ગંભીર સમસ્યાનો સામનો કર્યો હતો જેના વિશે કલ્પના કરીને પણ મહિલાઓ ધ્રુજી જાય છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી-

Also read : પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી

વાત જાણે એમ છે કે નીતા અંબાણી આજે ભલે ત્રણ- ત્રણ સંતાનોના માતા બની ચૂક્યા હોય પણ તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે તેમણે માતા બનવાની ઈચ્છા જ છોડી દીધી હતી. ખુદ નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે હું જ્યારે 23 વર્ષની હતી ત્યારે મને જાણ થઈ કે હું ઈનફર્ટિલિટીની સમસ્યાથી પીડાઈ રહી છું. કોઈ પણ મહિલા માટે આ સૌથી મોટી વાત છે. ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે હું ક્યારેય નેચરલી કન્સિવ નહીં કરી શકું. હું આ સાંભળીને તો તૂટી ગઈ હતી.

આગળ તેમણે જણાવ્યું જ્યારે નેચરલી કન્સિવ કરવાની શક્યતા નહીંવત્ હતી ત્યારે મેં અને મારા પરિવારે આઈવીએફ વિશે સાંભળ્યું. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં મહિલાના અંડાણુ અને પુરુષોના શુક્રાણુને શરીરની બહાર ફર્ટિલાઈઝ કરવામાં આવે છે અને બાદમાં વિકસીત ભ્રૂણને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.

આમ પહેલી વખત આઈવીએફ કરીને નીતા અંબાણીએ આકાશ અંબાણી અને ઈશા અંબાણીને જન્મ આપ્યો હતો. એના થોડાક સમય બાદ નીતા અંબાણી બીજી વખત આઈવીએફનો સહારો લીધો અને તેમણે ત્રીજા સંતાનને અનંત અંબાણીને જન્મ આપ્યો. આમ નીતા અંબાણી માટે એક સમયે સપનું બની ગયેલું મધરહૂડ મેડિકલ સાયન્સને કારણે હકીકત બની શક્યું.

Also read : Valentines Day: બોલીવૂડના આ રોમેન્સ કિંગે પોતાના વેલેન્ટાઈન સાથે એક બે નહીં ત્રણ-ત્રણ વખત કર્યા લગ્ન…

નીતા અંબાણીની આ માતૃત્વ ધારણ કરવાની સફર તમામ એ મહિલાઓ માટે આશાનું કિરણ છે જેઓ ઈનફર્ટિલિટી જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. નીતા અંબાણીની સ્ટોરી જ કહે છે કે જો વ્યક્તિ આશા ના છોડે અને યોગ્ય રસ્તે આગળ વધે તો કંઈ પણ અશક્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button