મનોરંજન

વાહ ભાઈજાનઃ ભત્રીજાને તો ઝાટક્યો પણ સાથે દરેક યંગસ્ટર્સને આપી આ સલાહ…

અભિનેતા સલમાન ખાન તેના અંગત અને વ્યવસાયિક જીવનને કારણે હંમેશા સમાચારમાં રહેતો હોય છે. તાજેતરમાં સલમાન ખાન તેના ભત્રીજા ખાનના પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો, જેમાં તેમણે ઘણા મુદ્દા ઉપર ખુલીને વાત કરી હતી. આ પોડકાસ્ટની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં સલમાન અરહાન ખાન અને તેના મિત્રોને હિન્દી બરાબર બોલી નહીં શકવા બદલ ઠપકો આપતો જોવા મળે છે.

Also read : Valentines Day: બોલીવૂડના આ રોમેન્સ કિંગે પોતાના વેલેન્ટાઈન સાથે એક બે નહીં ત્રણ-ત્રણ વખત કર્યા લગ્ન…

અરહાન ખાને 2024 માર્ચથી પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું છે. તેના પોડકાસ્ટમાં મલાઈકા અરોરા, અરબાઝ ખાન જેવા ઘણા સેલિબ્રિટીઝ આવી ચૂક્યા છે. તાજેતરમાં જ તેણે કાકા સલમાન ખાનને પોડકાસ્ટમાં આમંત્રિત કર્યા હતા અને તેણે સલમાન સાથેની વાતચીતનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં સલમાન અરહાન ખાન અને તેના મિત્રોને હિન્દી નહીં બોલી શકવા બદલ ઠપકો આપતો જોવા મળે છે. તે સમયે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા ત્યારે સલમાને કહ્યું હતું કે સૌપ્રથમ તો તમે બધા હિન્દીમાં વાત કરો. અરહાને ત્યારે હસતા હસતા જણાવ્યું હતું કે તેના મિત્રોને હિન્દી બરાબર નથી આવડતું અને તેઓ હિન્દી નથી જાણતા. તેમનું હિન્દી ઘણું ખરાબ છે ત્યારે સલમાને તેમને મજાકમાં કહ્યું હતું કે, હવેથી તમે હિન્દીમાં વાત કરો હું તમને સુધારીશ અને હિન્દી શીખવીશ.

અરહાન ખાને હસતા હસતા કહ્યું હતું કે હવે તે હિન્દી શીખવા માટેના ક્લાસ લઈ રહ્યો છે આના પર સલમાને તેને ઠપકો આપતા કહ્યું કે તમને શરમ આવવી જોઈએ કે તમને હિન્દી નથી આવડતું. તમારે એવા લોકોનું ધ્યાન રાખવું જોઈએ જે ફક્ત હિન્દી જ બોલે છે. પણ મને ખબર છે આ બધું તમે તમારા માટે જ કરી રહ્યા છો. લોકોને દેખાડવા માટે નહીં, ખરું ને!

આ વાત સાંભળીને અરહાનના મિત્રો થોડોક હિચકિચાટ અનુભવે છે ત્યારે સલમાને તેમને પૂછ્યું હતું કે શું તમે આ કામમાંથી પૈસા કમાવવા માંગો છો? આ પછી સલમાન અરહાન અને તેના મિત્રોને કારકિર્દી અંગે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપે છે.

Also read : સાથે દેખાયા Aishwarya Rai-Bachchan અને Jaya Bachchan, પછી જે થયું એ…

સલમાન ખાનની વાત કરીએ તો તે એ આર મુરૂ મુરૂગદોસની એક્શન ડ્રામા ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ છે. એ ઉપરાંત શર્મન જોશી, અંજની ધવન, અને સત્ય રાજ પણ જોવા મળશે. આ ફિલ્મ 2025 માં ઇદ પર રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button