બોલીવૂડ સુપરસ્ટારે જેલમાં આવી રીતે કાઢી હતી રાતો…

બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન પહેલીવાર કોઈ પોડકાસ્ટનો ભાગ બન્યો હતો સલમાન ખાને પોતાના ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટમાં પોતાના જીવનના અનુભવો શેર કર્યા હતા સલમાન ખાને તેના ભત્રીજા અરહાન ખાન સાથે બેસીને અરહાનના પોડકાસ્ટ ‘દમ બિરયાની’ પર પોતાના અંગત અને વ્યવસાયિક અનુભવો શેર કર્યા હતા.અને એ દરમિયાન તેઓ જેલમાં શું કરતા હતા તે વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેલમાં તેઓ સારી ઊંઘ લેતા હતા. સલમાને વાતચીત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે આજકાલ લોકો કામ કરવાનો ઉત્સાહક ગુમાવી ચૂક્યા છે. તેમણે પ્રેરક વાતોને પણ બકવાસ ગણાવી હતી.
વાતચીત દરમિયાન સલમાન ખાને જેલમાં હતા તે સમય વિશે ટૂંકમાં વાત કરી અને સખત મહેનત તથા શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઊંઘની જરૂરિયાત જેવા બહાના બનાવવાથી સફળતામાં અવરોધ આવે છે. હું થાકી ગયો છું, મને ઉંઘ આવે છે એવા બહાના નહીં કરો. ઉઠો… ભલે તમે ગમે તેટલા થાકેલા હોવ. મને ઊંઘ નથી આવતી તો શું કરું એવું વિચારવા કરતા વાંચો… લખો… ડ્રોઇંગ કરો… કઈક કરો. તમને આપોઆપ ઊંઘ આવી જશે. સલમાને એમ પણ જણાવ્યું હતું કે તેઓ રોજ દોઢ કે બે કલાક જ સુઈ જાય છે અને પછી કોઈ દિવસ મહિનામાં એકાદ વાર સાત કલાક સૂતા હોય છે.
‘કોઈક વાર મને શૂટિંગ વચ્ચે પાંચ મિનિટનો વિરામ મળે ત્યારે હું ખુરશી પર સૂઈ જાઉં છું જ્યારે જેલમાં હતો ત્યારે નવરો ધૂપ હતો ત્યારે હું સુઈ જતો હતો કારણ કે હું કંઈ કરું શકું તેમ ન હતો પણ જ્યારે કામ અને પરિવારની વાત આવે છે ત્યારે તમારે કામ ચાલુ જ રાખવું પડે છે,’ એમ સલમાને જણાવ્યું હતું.
Also read: સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોઈડામાં પકડાયો
સલમાન ખાન જેલમાં કેમ ગયો હતો?:-
1998 ની સાલનો આ કિસ્સો છે જ્યારે રાજસ્થાનમાં કાળા હરણના ગેરકાયદે શિકાર સાથે સંકળાયેલા કેસમાં સલમાન ખાનની જેલની સજા ફટકારવામાં આવી હતી. એપ્રિલ 2006 માં સલમાનને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી અને તેને જોધપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. થોડા દિવસોમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 2018માં પણ જોધપુરમાં આજ કેસમાં તેને જેલની સજા ફટકારી હતી અને સલમાનને જામીન પર મુક્ત થતાં પહેલાં થોડા દિવસો જેલમાં વિતાવ્યા હતા.
વર્કફ્રન્ટઃ-
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન એ.આર મુરૂગદોસની આગામી ફિલ્મ સિકંદરમાં મુખ્ય પાત્ર જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નેશનલ ક્રશ રશ્મિકા મન્દાના છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. આ ઉપરાંત સલમાન આગામી મહિનામાં કિક -2માં પણ જોવા મળશે