મને એક વર્ષ પછી પણ વિકાસ દેખાતો નથી, જૂનાગઢમાં ભાજપના સ્થાનિક નેતાઓને આ દિગ્ગજ નેતાએ તતડાવ્યાં
જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જોકે તેમ છતાં ચૂંટણી પ્રચાર જામી રહ્યો નથી. આ દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જૂનાગઢમાં બેઠક કરી હતી. તેમણે કમલમ કાર્યાલય ખાતે બેઠકમાં સ્થાનિક આગેવાનોને ઝાટકી નાંખ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોને ખખડાવતાં કહ્યું કે, એક વર્ષ પહેલાં આવ્યો ત્યારે શહેરની હાલત જોઈને થતું હતું કે લોકો ભાજપને મત શા માટે આપે? આજે એક વર્ષ પછી પણ વિકાસના કામો દેખાતા નથી.
Also read: SHOCKING: જૂનાગઢમાં પતિના આપઘાતના 48 કલાકમાં જ પત્નીએ ભર્યું અંતિમ પગલું
જૂનાગઢ મનપા ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 13ના કૉંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત થઈ હતી. જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી મતદાન પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બિનહરીફ જીત થઈ હતી. રાજ્યાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે