મિલ્કીપુરમાં સમાજવાદી પાર્ટીની હાર બાદ સમાજવાદી પાર્ટીની ઓફિસમાં લાગ્યું નવું પોસ્ટર, કહી આ વાત
![Akhilesh Yadav speaking about minority rights](/wp-content/uploads/2024/12/akhilesh-yadav-minorities-rights.webp)
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. ભાજપના ચંદ્રભાનુ પાસવાને સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદને 61 હજાર મતથી હરાવ્યા હતા. જે બાદ સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર નવું પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર પાર્ટી માટે 2027 વિધાનસભા ચૂંટણી માટે સૂચક માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના નેતા રામ સુધાકર યાદવે અજીત પ્રસાદની હાર બાદ કાર્યાલય બહાર પોસ્ટર લગાવ્યું છે. તેમણે પોસ્ટરમાં ઉત્તર પ્રદેશમાં 2027માં થનારી વિધાનસભા ચૂંટણીને લઈ પાર્ટીને એલર્ટ કરી છ. તેમણે જે પોસ્ટર લગાવ્યું છે તેમાં લખ્યું, 27 માટે સાવધાન, સમગ્ર ઉત્તર પ્રદેશમાં જાગૃત્તિ યાત્રાની જરૂર.
મિલ્કીપુર વિધાનસભા બેઠકના પરિણામ એટલે પણ મહત્ત્વના છે કારણ કે, તે ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા વિસ્તારનો ભાગ છે. લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપને ફૈઝાબાદ (અયોધ્યા) બેઠક પર હારનો સામનો કરવો પડ્યો તો આ સંપૂર્ણ દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. રામ મંદિર નિર્માણ બાદ આ બેઠક પર ભાજપની હાર અનપેક્ષિત માનવામાં આવતી હતી. આ બેઠકથી સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે જીત હાંસલ કરી હતી.
મિલ્કીપુર વિધાનસભાનું પરિણામ ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા વિસ્તારનો ભાગ હોવાથી ખૂબ મહત્ત્વનું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને ફૈઝાબાદ (અયોધ્યા) બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. જે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રામ મંદિર નિર્માણ બાદ આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. પરંતુ આ બેઠકથી સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે જીત હાંસલ કરી હતી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે આ બેઠક માટે કરેલો ચૂંટણી પ્રચાર દેશભરમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. મિલ્કીપુર બેઠક પર પ્રચાર દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. દલિત યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે આ પેટાચૂંટણીના પરિણામોએ લોકોનો રસ વધારી દીધો હતો. ભાજપ માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સપા માટે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે તનતોડ મહેનત કરી હતી. આ સિવાય ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ પાર્ટી ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાન માટે પ્રચાર કર્યો હતો. ભાજપે મિલ્કીપુર બેઠક પર નવ મંત્રીઓ અને પાર્ટીના 40 ધારાસભ્યોને તૈનાત કર્યા હતાં અને આ નેતાઓએ નવેમ્બરથી જ મિલ્કીપુર પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.