પરિવારને બે લક્ષ્મી આપી છતાં પુત્ર માટે ત્રાસ : પરિણીતાનો આપઘાત
![Heart-wrenching murder; Couple's bodies found in room and 3 daughters' bodies found in bed box](/wp-content/uploads/2024/12/Dead-Bodies.webp)
ભુજ : શહેરના મુંદરા રોડ પર આવેલાં લાયન્સ નગરમાં સાસરીયે રહેતી ૨૪ વર્ષીય ચાંદની આનંદપુરી ગોસ્વામી નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં પતિ અને સાસુ વિરુધ્ધ મૃતક ચાંદનીની બહેન વૈશાલી વિષ્ણુગર ગુંસાઈએ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બહેનને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
વૈશાલીએ આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આઠ વર્ષના લગ્નગાળા દરમ્યાન ચાંદનીને સંતાનમાં બે દીકરી જન્મતાં સાસુ નર્મદા માધવપુરી ગોસ્વામી તેને અવારનવાર મહેણાં ટોણાં મારીને એમ કહેતાં હતાં કે ‘મોટા દીકરાના ઘેર દીકરા છે અને તું મને એક દીકરો જણીને નથી આપી શકતી’ પતિ આનંદપુરી પણ દારૂ પીને અવારનવાર ચાંદનીને ત્રાસ આપી મારકૂટ કરતો રહેતો હતો. પતિ અને સાસુનો ત્રાસ સહન ના થતાં ચાંદનીએ શનિવારની બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
એક-બે દિવસ અગાઉ મૃતકે પણ પોલીસ સ્ટેશનમાં સાસરીયાના ત્રાસ અંગે અરજી આપી હતી. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ચાંદનીના પતિ અને સાસુ સામે ઘરેલુ ત્રાસ, મરવા માટે મજબૂર કર્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Also read: SHOCKING: જૂનાગઢમાં પતિના આપઘાતના 48 કલાકમાં જ પત્નીએ ભર્યું અંતિમ પગલું
નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)