ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં કારમી હાર બાદ કેજરીવાલ હવે શું કરશે? જાણો કયા છે વિકલ્પ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના (delhi assembly election results) ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ હતી. એટલું જ નહીં પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (arvind kejriwal), મનીષ સિસોદીયા જેવા દિગ્ગજો પણ હાર્યા હતા. કેજરીવાલની હાર બાદ સૌથી મોટો સવાલ હવે તેઓ શું કરશે તે છે. હાલ તેમની પાસે કોઇ બંધારણીય પદ નથી. ઉપરાંત તેઓ 2028 પહેલા રાજ્યસભા સાસંદ પણ બની શકે તેમ નથી.

પંજાબમાં 2028માં રાજ્યસભા ચૂંટણી થશે અને દિલ્હીમાં 2030માં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં કેજરીવાલ હવે માત્ર આમ આદમી પાર્ટીના સંયોજક બનીને રહેશે. આ પદ પણ તેમની પાસે કેટલા દિવસ રહેશે તેની કોઇ ગેરંટી નથી. શરાબ કૌભાંડમાં ઈડીએ સમગ્ર આમ આદમી પાર્ટીને આરોપી બનાવી છે, અને જો પાર્ટી અદાલતમાં દોષી સાબિત થશે તો પાર્ટી પણ ખતમ થઈ જશે અને કેજરીવાલ પાસે સંયોજક પદ પણ નહીં રહે.

આ સ્થિતિમાં કેજરીવાલ જે સરકારી બંગલામાં રહે છે તે પણ ખાલી કરવો પડશે. પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલે શીશમહેલ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા તે પાણીમાં ગયા છે. આ શીશમહેલ કેજરીવાલ માટે ઘણો અશુભ રહ્યો છે. પહેલાં તેમણે જેલ જવું પડ્યું હતુ અને હવે ચૂંટણીમાં પણ હાર થઈ હતી.

Also read: કેજરીવાલ વિધાનસભ્ય પણ નહીં રહે, ફરી જશે જેલમાંઃ જાણો કોણે કહ્યું

દિલ્હીમાં આમ આદમી પાર્ટી 70 સીટો પર ચૂંટમી લડ્યું હતું. જેમાંથી તેના 48 એટલેકે 69 ટકા ઉમેદવારોની હાર થઈ હતી. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી સીટથી 4000 મતથી હાર્યા હતા. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા જંગપુરા સીટથી 675 વોટથી હાર્યા હતા. ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ 3 હજાર મતથી, માલવીય નગરથી સોમનાથ ભારતી 2100 મતથી, શકૂર બસ્તીથી સત્યેન્દ્ર જૈન 21 હજાર મતથી હાર્યા હતા. જેમાં કેજરીવાલ, મનીષ સિસોદીયા, સત્યેનદ્ર જૈન થોડા સમય પહેલા જેલમાં બંધ હતા અને બાદમાં જામીન પર બહાર આવીને ચૂંટણી લડ્યા હતા.

દિલ્હી ચૂંટણી પરિણામોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના ભવિષ્ય પર મોટું પ્રશ્નચિન્હ લગાવી દીધું છે. વર્ષ 2013માં દિલ્હીથી કેજરીવાલે રાજનીતિમાં ચોંકાવનારી રીતે પ્રવેશ કર્યો હતો, આ દિલ્હીએ જ કેજરીવાલના ભવિષ્ય પર સવાલ ઉભો કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button