અમદાવાદમહાકુંભ 2025

અમદાવાદ રેલવે ડિવિઝનને ફળ્યો મહાકુંભ: એક મહિનામાં થઈ કરોડોની આવક…

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ (Mahakumbh) ભારતીય રેલવેને (Indian Railway) ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ (Ahmedabad) ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનને નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો હાઉસફુલ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી.

Also read : અમદાવાદથી રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ’નો પ્રારંભ; લાપસી, રોટલાથી લઈને ચાટ, ઈડલીનો મળશે સ્વાદ…

1.78 કરોડ રૂપિયાનો દંડ

જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button