અમદાવાદ

પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાતા ઓબીસી-આદિવાસીઓના કેસ પાછા ખેંચવા માંગ…

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયથી ધારાસભ્ય હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયાને મોટી રાહત મળી હતી. જો કે આના કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાના સરકારના નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ ઓબીસી આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવાની માંગણી કરી હતી. બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારના આ નિર્ણયને આવકારતા આદિવાસી, ઓબીસી, ખેડૂતો અને રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના કેસો પણ પાછા ખેંચવાની માંગણી કરી હતી.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

અલ્પેશ ઠાકોરે કરી માંગ
ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે સરકારના આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે અને તેનાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે. પરંતુ, અલ્પેશ ઠાકોરે અહીં જ અટક્યા નહોતા. તેમણે સરકારને અપીલ કરી હતી કે, જેમ પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે, તેવી જ રીતે ઓબીસી, એસસી અને એસટી સમાજના આંદોલનો દરમિયાન થયેલા કેસોનો પણ સરકારે અભ્યાસ કરવો જોઈએ અને તે કેસોને પણ પાછા ખેંચવા જોઈએ.

Also read : સાવધાનઃ ગુજરાતના કચ્છમાં પહોંચી ગયો જીબીએસ વાયરસઃ પહેલો કેસ નોંધાયો

ચૈતર વસાવાએ કરી કેસો પાછા ખેંચવાની માંગ
આ સાથે, જ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચવાના નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ, માત્ર ઓબીસી, એસસી અને એસટી સમાજ જ નહીં, પરંતુ આદિવાસીઓ, ખેડૂતો અને રોજગારી માટે આંદોલન કરી રહેલા યુવાનો પરના ગંભીર કેસો પણ પાછા ખેંચવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ વર્ગો અને સમુદાયો દ્વારા થયેલા આંદોલનો દરમિયાન ઘણા લોકો પર કેસો થયા છે, અને જો સરકાર ન્યાયી અભિગમ અપનાવવા માંગતી હોય તો તમામ વર્ગના લોકોના કેસો પાછા ખેંચવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button