ગીર સોમનાથ

Gir Somnath માં ગેરકાયદે સિંહ દર્શન કરતાં 8 યુવકો પકડાયા, વન વિભાગે 80 હજાર દંડ ફટકાર્યો…

અમદાવાદઃ ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લામાં બાબરીયા રેન્જના ઝાંખીયા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાના પ્રયાસમાં 8 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા હતાં. વેરાવળ, વંથલી અને રાજકોટના આ યુવકો રાતના સમયે ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા હતા. આ આઠેય યુવકોને વન વિભાગે 80 હજારનો દંડ ફટકાર્યો હતો.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે બાબરીયા આર.એફ.ઓ.ની સૂચના મળતા વન વિભાગનો સ્ટાફ રાતના સમયે જંગલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ઝાંખીયા નજીકના ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં વેરાવળ, વંથલી અને રાજકોટના યુવકો આંટાફેરા કરી રહ્યાં હતાં. વન વિભાગે આ યુવકોને પકડીને કુલ 80 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

Also read : “દિલ્હીની જીતનો ગુજરાતમાં જશ્ન” CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા…

વધુ કેટલાક લોકોના નામ ખૂલ્યા હતાં

વન વિભાગની કાર્યવાહી બાદ ગેરકાયદે સિંહ દર્શન કરવા માટે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગે પકડેલા આઠ યુવકોની પુછપરછ હાથ ધરતાં વધુ કેટલાક લોકોના નામ ખૂલ્યા હતાં અને અન્ય વાહનો હોવાની પણ જાણકારી મળી હતી. વન વિભાગની ટીમ દ્વારા મૂળ સૂત્રધાર અને અન્ય સિંહ દર્શન કરનારા લોકો સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button