નેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપની હાર, પરંતુ આપના યુવા ઉમેદવારે મેળવી વિક્રમી જીત…

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના(Delhi Election Result)પરિણામો ભાજપે 70 માંથી 48 બેઠક પર વિજય મેળવ્યો છે. તેમજ  27 વર્ષ પછી ભાજપ સત્તામાં  આવી છે. આ ચૂંટણીઓમાં  ભાજપનો મુખ્ય મુકાબલો સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે હતો જે છેલ્લા 10 વર્ષથી સતત સત્તામાં હતી. જોકે, શનિવારે આવેલા પરિણામોમાં આપને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે.  ચૂંટણીમાં આપને ભલે મોટી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ પાર્ટીના 34 વર્ષીય યુવા ઉમેદવારે કમાલ કરી છે. જેમાં  મટિયા મહેલ વિધાનસભાના આપ  ઉમેદવાર આલે મોહમ્મદ ઇકબાલે ચૂંટણીમાં મતોની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવી છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

મોહમ્મદ ઇકબાલને  58120  મત મળ્યા હતા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, આલે મોહમ્મદ ઇકબાલે કોઈ પણ હરીફને પોતાની નજીક આવવા દીધા નહીં. મતિયા મહલ વિધાનસભા બેઠક પર કુલ 84475 મત પડ્યા હતા, જેમાંથી આલે મોહમ્મદ ઇકબાલને  58120  મત મળ્યા હતા. તેમના નજીકના હરીફ દીપ્તિ ઇન્દોરા કુલ 15396 મત મેળવી શક્યા. કોંગ્રેસના ઉમેદવાર અસીમ અહેમદ ખાનનો દેખાવ વધુ ખરાબ રહ્યો અને તેમને ફક્ત 10295  મત જ મળ્યા. આ રીતે, આલે મોહમ્મદ ઇકબાલે દીપ્તિ ઇન્દોરાને 42,724 મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે, અને આ વર્તમાન ચૂંટણીઓમાં જીત અને હારનો સૌથી મોટો માર્જિન છે.

Also read : Arvind Kejriwal ની હારમાં કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિત નિર્ણાયક બન્યા, જાણો કારણ

મટિયા મહેલ ઇકબાલ પરિવારનો ગઢ

આલે મોહમ્મદ ઇકબાલના પિતા શોએબ ઇકબાલ 1993 થી દિલ્હીની મટિયા મહેલ વિધાનસભા બેઠક પરથી સતત જીતતા હતા. આ દરમિયાન આવી એકમાત્ર ચૂંટણી 2015ની વિધાનસભા ચૂંટણી હતી જેમાં આસીમ અહેમદ ખાને આમ આદમી પાર્ટીની ટિકિટ પર શોએબ ઇકબાલને હરાવ્યા હતા. 2020 માં શોએબને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તે 50 હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યો હતો. આલે મોહમ્મદ ઇકબાલના પિતા શોએબ અગાઉ વર્ષ 1993, 1998, 2003, 2008  અને 2013માં વિવિધ પક્ષોની ટિકિટ પર મટિયા મહેલ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button