…તો Hum Apke Hai Kaunમાં પ્રેમની નિશા બની હોત આ જાણીતી એક્ટ્રેસ, વર્ષો બાદ થયો ચોંકાવનારો ખુલાસો!
સુરજ બડજાત્યાનું નામ આપે તો સૌથી પહેલાં માઈન્ડમાં નામ આવે ફિલ્મ હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ… ઈન્ડિયન ફિલ્મોના ઈતિહાસમાં આ ફિલ્મોની ગણતરી કલ્ટ ફિલ્મો તરીકે કરવામાં આવે છે. બોલીવૂડને પહેલી 100 કરોડી ફિલ્મની સાથે સાથે જ આ ફિલ્મે વિદેશમાં પણ કમાણીના રેકોર્ડ બ્રેક કર્યા હતા. વાત કરીએ ફિલ્મના લીડ રોલની તો સલમાન ખાન (Salman Khan)એ પ્રેમની ભૂમિકા ભજવી હતી જ્યારે ધકધક ગર્લ માધુરી દિક્ષીતે ફિલ્મમાં નિશાનો રોલ કર્યો હતો. હવે વર્ષો બાદ માધુરીના રોલને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ ખુલાસો ખુદ સુરજ બડજાત્યાએ કર્યો છે, જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ ચોંકાવનારો ખુલાસો-
આ પણ વાંચો: સુપરહીટ મૈને પ્યાર કીયાની સુમન બનવાની હતી આ હીરોઈન, પણ હાઈટ નડી ગઈ ને…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે સુરજ બડજાત્યા જાણીતા સિંગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડલમાં પહોંચ્યા હતા. આ જ એપિસોડમાં કરિશ્મા કપૂર પણ હાજર રહી હતી. દરમિયાન સુરજ બડજાત્યાએ ખુલાસો કર્યો કે આ ફિલ્મમાં નિશાના રોલ માટે માધુરી દિક્ષીત પહેલી ચોઈસ નહોતી. તેઓ આ રોલમાં કરિશ્મા કપૂરને કાસ્ટ કરવા માંગતા હતા.
કરિશ્મા આ રોલ માટે કેમ સિલેક્ટ ના થઈ એ વિશે વાત કરતાં સુરજ બડજાત્યાએ જણાવ્યું હતું કે કરિશ્માએ મને તેની ફિલ્મ પ્રેમ કૈદી દેખાડવા માટે ફોન કર્યો. આ તેની પહેલી ફિલ્મ હતી. અમે ગયા અને એમની ફિલ્મ જોઈ. હું જ્યારે પાછો આવ્યો ત્યારે મેં મારા પિતાને કહ્યું કે મેં કરિશ્માની ફિલ્મ જોઈ. એમાં કેટલી એનર્જી છે. આપણે હમ આપકે હૈ કૌન લખી રહ્યા છીએ તો કરિશ્માને બોલાવીએ. એ સમયે તેમણે મને એક ખૂબ જ સારી વાત કહી.
આ પણ વાંચો: સુપરહીટ મૈને પ્યાર કીયાની સુમન બનવાની હતી આ હીરોઈન, પણ હાઈટ નડી ગઈ ને…
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે પપ્પાએ કહ્યું કે કરિશ્મા હજી નાની છે અને આપણે શું દેખાડવું છે કે એ મોહનીશ બહેલના સંતાનને સ્વીકારવા માટે પોતાના પ્રેમની કુરબાની આપવા માટે તૈયાર છે. એક નાની છોકરી પર આટલી મોટી જવાબદારી નાખવી એ તેના પર વધારાનો બોજો નાખવા જેવું થશે. આપણે આ રોલ માટે એવી કોઈ એક્ટ્રેસ જોઈશે જે આ જવાબદારી પોતાના ખભે ઉપાડી શકે.
સુરજ બડજાત્યાની આ વાત સાંભળીને ખુદ કરિશ્મા પણ ચોંકી ઊઠી હતી. કરિશ્માએ આ વાત સાંભળીને કહે છે કે જો હું ઉંમરમાં કદાચ થોડી મોટી હોત તો હમ આપકે હૈ કૌનમાં હોત. સોશિયલ મીડિયા પર ઈન્ડિયન આઈડોલનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…