કેજરીવાલ ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્રધારઃ ફડણવીસ
પુણેઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના થયેલા વિજય પર આનંદ વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે દેશની રાજધાનીના લોકોએ દેખાડી દીધું છે કે તેઓ હવે ખોટું રાજકારણ સહન નહીં કરે.
આ સિવાય ફડણવીસે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પક્ષના પ્રમુખ અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્ર ગણાવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં કેજરીવાલની હાર બાદ Smruti Irani નો પ્રહાર, કહ્યું જનતાએ જેલમાં જવા મુક્ત કર્યા
27 વર્ષ બાદ ભાજપ દિલ્હીમાં સત્તા પર આવશે એ વાતનો મને આનંદ છે. ખોટું રાજકારણ હવે સહન નહીં કરીએ એમ દિલ્હીના લોકોએ દેખાડી દીધું છે. જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશ માટેના સપનાંઓ પર ભરોસો રાખીને મતદાન કર્યુ હતું, એમ ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારના સૂત્રધાર છે, જ્યારે લોકોએ મોદીને પસંદ કર્યા છે. દિલ્હીમાં વસતા મરાઠી લોકોએ પણ મોદીજી માટે જ મતદાન કર્યુ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. એક હૈ તો સૈફ હૈ સૂત્ર દેશમાં ભવિષ્યમાં પણ ઉપયોગી થઇ પડશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.