નાશિકમાં વિદ્યાર્થિનીને ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું: હેડમાસ્તર સહિત શિક્ષકની ધરપકડ…
રોષે ભરાયેલા ગામવાસીઓના સ્કૂલ બહાર દેખાવ
![Rape of minor in Navi Mumbai orphanage: Crime against four](/wp-content/uploads/2023/09/Rape.webp)
નાશિક: નાશિકમાં 13 વર્ષની વિદ્યાર્થિનીને પોતાના ઘરે બોલાવી હેડમાસ્તરે કથિત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે હેડમાસ્તર સહિત ક્લાસ ટીચરની પણ ધરપકડ કરી હતી. ઘટનાને પગલે ગામવાસીઓ સ્કૂલમાં ધસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો.
Also read : નાશિકમાં એસ્ટેટ એજન્ટના ઘર પર બે હુમલાખોરે કર્યો ગોળીબાર…
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે ઈગતપુરી તાલુકામાં બની હતી. 13 વર્ષની વિદ્યાર્થિની છઠ્ઠા ધોરણમાં ભણે છે અને આરોપી ગોરખનાથ મારુતિ જોશી તેના વર્ગ શિક્ષક છે.
ફરિયાદમાં જણાવાયું હતું કે ક્લાસ ટીચર જોશી વિદ્યાર્થિનીને હેડમાસ્તર તુકારામ ગોવિંદ સાબળે (53)ના ઘરે લઈ ગયો હતો, જ્યાં સાબળેએ તેની સાથે કથિત કુકર્મ આચર્યું હતું. બાદમાં વિદ્યાર્થિનીને તેના ઘરે મોકલી દેવાઈ હતી.
ઘરે પહોંચ્યા પછી બાળકીનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. માતાએ વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં વિદ્યાર્થિનીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. વિદ્યાર્થિનીના વડીલોએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
પોલીસે સાબળે અને જોશી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Also read : ઝવેરીની મારપીટ કરી 1.87 કરોડના દાગીના લૂંટનારા ચાર આરોપીને 10 વર્ષની સજા…
દરમિયાન બાળકી સાથેના કુકર્મની વાત ફેલાતાં ગામવાસીઓ રોષે ભરાયા હતા. સ્કૂલ બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ દેખાવ કર્યા હતા અને ગુનામાં સંડોવાયેલાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી વિદ્યાર્થિનીને ન્યાય આપવાની માગણી કરી હતી. (પીટીઆઈ)