મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર પર હુમલો: ત્રણ સામે ગુનો…
![Fatal attack on youth over love affair in Latur Six arrested](/wp-content/uploads/2025/01/Fatal-attack-on-youth-over-love-affair-in-Latur-Six-arrested.webp)
થાણે: થાણે નજીક ઘોડબંદર રોડ પરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ડૉક્ટર પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.
Also read : એલર્ટઃ મુંબઈમાં નોંધાયો સૌથી પહેલો જીબીએસનો કેસ…
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના પાંચમી ફેબ્રુઆરીની બપોરે બની હતી. આ પ્રકરણે 24 વર્ષના ડૉક્ટરે નોંધાવેલી ફરિયાદને આધારે ચિતળસર પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર 30 વર્ષની મહિલાની સારવાર ડૉ. નીતિન અનિલ તિવારીની દેખરેખ હેઠળ ચાલુ હતી. જોકે મહિલાનું નિધન થતાં તેના પરિવારજનો ઉશ્કેરાયા હતા. તબીબોની ટીમની બેદરકારીને કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાના પરિવારજનોએ ડૉક્ટરને ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી. એક આરોપીએ સ્ટીલની ખુરશી મારતાં ડૉક્ટર ઘવાયો હતો.
Also read : સલમાનની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) સહિત અન્ય સુસંગત કલમો તેમ જ મહારાષ્ટ્ર મેડિકૅર સર્વિસ પર્સન્સ ઍન્ડ મેડિકૅર સર્વિસ ઈન્સ્ટિટ્યૂશન્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શનિવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)