નેશનલ

દિલ્હીમાં કેજરીવાલની હાર બાદ Smruti Irani નો પ્રહાર, કહ્યું જનતાએ જેલમાં જવા મુક્ત કર્યા

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત બાદ સ્મૃતિ ઈરાનીએ(Smruti Irani) આપ નેતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “ભાજપ આજે ​​નરેન્દ્ર મોદીની ગેરંટી પર દિલ્હીમાં ઇતિહાસ રચ્યો છે. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. જેમણે મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો અને ભાજપને સેવા કરવાની તક આપી. સત્તાના ઘમંડના નશામાં ધૂત અરવિંદ કેજરીવાલ આજે હારી ગયા છે. મારું માનવું છે કે લોકોએ તેમને એટલા માટે મુક્ત કર્યા છે કે તેઓ તેમના દુષ્કૃત્યો માટે સરળતાથી જેલમાં જઈ શકે છે.”

આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપનો જય જય કાર, જાણો કેટલો મળ્યો વોટ શેર

પીએમ મોદીના નેતૃત્વ અને સુશાસનમાં વિશ્વાસ મૂક્યો

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સંગઠને ખૂબ સારું કામ કર્યું છે. તેમણે કહ્યું, અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે તેઓ ભારતીય રાજકારણમાં પરિવર્તન લાવવા માટે રાજકારણમાં જોડાશે. પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને દારૂ કૌભાંડમાં આરોપી બન્યા. કેજરીવાલે ભાજપ અને પીએમ મોદીના વિકાસ કાર્યોનો પણ વિરોધ કર્યો હતો. હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું કારણ કે તેમણે પીએમ મોદીના નેતૃત્વ અને સુશાસનમાં વિશ્વાસ મૂક્યો છે.

આ દિલ્હીના લોકોની જીત : પરવેશ વર્મા

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પરથી ભાજપના પરવેશ વર્માએ 4,089 મતોના માર્જિનથી હરાવ્યા છે. પરવેશ વર્માએ કહ્યું, આ ફક્ત મારી જીત નથી પરંતુ દિલ્હીના લોકોની જીત છે જેમણે અસત્ય પર સત્ય, જુમલાબાજી પર સુશાસન અને છેતરપિંડી વિરુદ્ધ વિકાસને પસંદ કર્યો. મારામાં વિશ્વાસ મૂકનારા દરેક મતદાતાનો હું નમ્રતાપૂર્વક આભાર માનું છું.

દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે.

ચૂંટણી પંચની વેબસાઇટ પર જાહેર કરાયેલા આંકડા મુજબ, પરવેશ વર્માને 30088 મત મળ્યા. જ્યારે તેમના નજીકના હરીફ કેજરીવાલને 25999 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતને 4568 મત મળ્યા. કેજરીવાલની હાર રાષ્ટ્રીય રાજધાનીમાં એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button