મનોરંજન

Valentines Day: બોલીવૂડના આ રોમેન્સ કિંગે પોતાના વેલેન્ટાઈન સાથે એક બે નહીં ત્રણ-ત્રણ વખત કર્યા લગ્ન…

વેલેન્ટાઈન્ટ વીક ચાલી રહ્યું છે અને આજે છે પ્રપોઝ ડે. ગઈકાલે રોઝ ડે પર નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી વિશે જાણ્યા બાદ આજે આપણે વાત કરીશું બોલીવૂડના રોમેન્સ કિંગ ગણાતા શાહરુખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ની લવ સ્ટોરી વિશે વાત કરીએ. તમને જાણીને નવાઈ લાગશે કે રીલ લાઈફમાં ખૂબ જ સરળતાથી પોતાના પ્રેમને હાંસિલ કરી લેનારા એસઆરકેને રિયલ લાઈફમાં પ્રેમ હાંસિલ કરવામાં લોઢાના ચણા ચાવવા પડ્યા હતા. ચાલો જાણીએ વેલેન્ટાઈન વીક દરમિયાન એસઆરકે અને ગૌરીને લવ સ્ટોરી વિશે. આ કપલે એક જ દિવસમાં ત્રણ ત્રણ વખત લગ્ન કર્યા હતા.

Also read : મહાકુંભમાં ઉમટ્યા સ્ટાર્સ, લગાવી સંગમમાં ડુબકી

Filmibeat

તમને જાણીને નવાઈ લાગશે કે 19 વર્ષની ઉંમરે શાહરુખ ખાન 14 વર્ષની ગૌરી ખાન પર ફિદા થઈ ગયો હતો. 1984માં બંને જણ એક પાર્ટીમાં મળ્યા હતા. ગૌરી પોતાના એક ફ્રેન્ડ સાથે ડાન્સ કરી રહી હતી અને શાહરુખ તેને ડાન્સ માટે પૂછવા માંગતો હતો, પણ તેને શરમ આવી રહી હતી. આખરે હિંમત કરીને કિંગ ખાને ગૌરીને ડાન્સ માટે પૂછ્યું પણ ગૌરીએ તેને બહાનું આપીને ટાળી દીધો હતો. જોકે, કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું.

Bollywoodshaadis

કિંગ ખાન જ્યાં ગૌરીના પ્રેમમાં પડી ચૂક્યો હતો તો ગૌરીને પણ શાહરુખ પસંદ આવી ગયો હતો. શાહરુખ અને ગૌરી ધીરે ધીરે મળવા લાગ્યા પણ ગૌરીને શાહરૂખની એક વાત પસંદ નહોતી અને તે એટલે તેની પઝેસિવનેસ. આ જ આદતથી કંટાળીને ગૌરીએ આ રિલેશનશિપથી બ્રેક લઈ લીધું હતું. પરંતુ શાહરુખથી આ વિરહ ખમાયો નહીં અને તે પોતાની મમ્મી પાસેથી 10,000 રૂપિયા લઈને ગૌરીને શોધવા દિલ્હીથી મુંબઈ આવ્યો.

ગૌરીને બીચ ખૂબ જ પસંદ હતા એ શાહરૂખને ખ્યાલ હતો કે તે તેને શોધવા માટે બીચ એરિયા પર અહીંયા ત્યાં ફરવા લાગ્યો. એક દિવસ પર આ જ રીતે બીચ ફરતાં ફરતાં ગૌરી અને શાહરુખ ખાન સામસામે આવી ગયો. ગૌરી અને શાહરુખ મળ્યા કે શાહરુખે ગૌરીને લગ્ન માટે પ્રપોઝ કર્યું પણ આ સમયે પણ ગૌરીએ તેને રિજેક્ટ કરી દીધો. પરંતુ જ્યારે શાહરુખ ખાનની માતાનું નિધન થયું ત્યારે ગૌરીને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે લગ્ન માટે હામી ભરી હતી.

Team Shahrukh khan

ગૌરી તો લગ્ન માટે તૈયાર થઈ પણ હવે શાહરુખ અને ગૌરીની લવ સ્ટોરીમાં વિલન બન્યો પરિવાર. બંનેનો ધર્મ અલગ અલગ હોવાને કારણે પરિવાર આ લગ્નના ફેવરમાં નહોતો પણ કિંગ ખાને પરિવારને મનાવી લીધો. આખરે 25મી ઓક્ટોબર, 1991માં શાહરુખ અને ગૌરીએ લગ્ન કરી લીધા. આ લગ્નની ખાસ વાત એ છે કે ગૌરી અને શાહરુખે એક જ દિવસમાં 3-3 વખત લગ્ન કર્યા હતા. પહેલાં હિંદુ, બાદમાં મુસ્લિમ અને ત્રીજા રજિસ્ટર મેરેજ. શાહરૂખ અને ગૌરીના લગ્નને 33 વર્ષ થઈ ગયા છે અને કપલને સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન નામના ત્રણ સંતાન છે.

Also read : ‘જવાનો સમય આવી ગયો છે….. ‘, સિનિયર બચ્ચનની પોસ્ટથી લોકો ચિંતામાં

વેલેન્ટાઈન્સ વીકમાં દરરોજ આવી જ એક લવસ્ટોરી વિશે જાણીશું અને વેલેન્ટાઈન્સ વીકને સેલિબ્રેટ કરીશું, સો સ્ટે ટ્યૂન વિથ અસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button